ગુજરાત

ગાયકવાડીમાં વગર નોટિસે ડિમોલિશન કરતાં વેપારીઓનો વિરોધ

Published

on

બિલ્ડિંગની રેલિંગ તોડી સાથોસાથ એસીના આઉટર અને લાદીઓ પણ વગર વાંકે તોડી નાખી, મ્યુનિ કમિશનરને રજૂઆત

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ દૂર્ઘટના બાદ મહાનગર પાલિકાના તમામ વિભાગમાં કરંટ આવ્યો હોય તેમ આડેધડ કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં સૌથી વધુ દબાણો હટાવવા અને ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ શખ્ત કામગીરી હાથ ધરવામાં ઘાંઘા થયા હોય તેમ વગર વાંકે લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેવા બનાવો બનવા લાગ્યા છે. બે દિવસ પહેલા ગાયકવાડી વિસ્તારમાં કોમર્શીયલ બિલ્ડીંગોમાં લગાવવામાં આવેલ રેલીંગ તોડવાની કામગીરી નોટીસ આપ્યા વગર શરૂ કરાતા અને બુલ્ડોઝર દ્વારા રેલીંગનીસાથો સાથ એસી રાઉટર તેમજ લાદીઓ પણ તોડી નાખતા વેપારીઓને મોટી નુક્શાની થઈ હતી. જે અનુસંધાને વેપારીઓએ આજે મ્યુનિસિપલ કમિસનરને રજૂઆત કરી હતી.


જંક્શનપ્લોટમાં ગાયકવાડી વેપારી મંડળ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને લેખીતમાં રજૂઆત કરી જણાવેલ કે, અમારા વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ એપાર્ટમેન્ટમાં નિયમ મુજબ રેલીંગ લગાવવામાં આવી છે. છતાં કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જાણ કર્યા વગર કે, નોટીસ આપ્યા વગર રેલીંગ તોડવાની કામગીરી અચાનક શરૂ કરવામાં આવી હતી. જેસીબી દ્વારા આડેધડ તોડફોડ ચાલુ કરાતા અનેક એસીના રાઉટર તેમજ પાર્કિંગમાં લગાવવામાં આવેલ લાદી પણ તોડી નાખવામાં આવી હતી. જેના લીધે વેપારીઓએ મોટુ નુક્શાન થયું છે. વેપારી ંડળે વધુમાં જણાવેલ કે, તા. 01-08-2024 ગુરુવાર ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા જંક્શન પ્લોટ મેઇન રોડ પર ગેરકાયદેસર રીતે ફેબ્રિકેશન સ્ટ્રકચર દૂર કરવાની કામગીરી કરેલ જેમાં કોય પ્રકારની નોટિસ આપ્યા વગર આ કામ કરવામાં આવેલ ફેબ્રિકેશન સ્ટ્રકચર હટાવવામાં બિલ્ડિંગની રેલિંગ તથા એસી ના આઉટર ને નુકસાન થયેલ પાર્કિંગમાં લગાડવામાં આવેલ લાદી તોડી નાખવામાં આવેલ આ લાદી કઇ રીતે ગેરકાયદેસર હતી કે જેને જેસીબી થી તોડી નાખવામાં આવેલ નાઇસ બૂટિકનું ફેબ્રિકેશન સ્ટ્રકચર તોડવામાં ઉપરના ફ્લોરની રેલિંગને નુકસાન કરવામાં આવેલ જેથી ત્યાં લાગેલ એસી નું આઉટર ભય જનક સ્થિતિ માં આવી ગયેલ હતું અમારા વેપારી સભ્યો દ્વારા અધિકારી ને કહેવામાં આવ્યું કે આ સ્ટ્રકચર ગેરકાયદેસર હોય જેની અમોને કોય જાણ નથી તથા અમોને આ બાબતે કોઇ નોટિસ મળેલ નથી. જો આ બધુ ગેરકાયદેસર હોય તો અમો ને ફક્ત 4 દિવસ નો સમય આપો અમો આ ફેબ્રિકેશન સ્ટ્રકચર ઉતારી લેશું. જેથી બિલ્ડિંગ માં તથા આજુબાજુમાં કોઇ ને પણ ખોટું નુકસાન ન થાય. પરંતુ વેપારીઓ સાથે ગેરવ્યાજબી વર્તન કરી દાદાગીરી પૂર્વક ફેબ્રિકેશન સ્ટ્રકચર પર લાગેલ લાઇટ કે અન્ય કીમતી સામાન વેપારી ઉતારે તે પહેલા જેસીબી દ્વારા તોડી પાડવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ હતી.


નિયમ મુજબ જો આવું કોઇપણ ગેરકાયદેસર કામ હોય તો મહાનગર પાલિકા દ્વારા ઓછામાં ઓછું એક વખત કોઇપણ મિલકત ધારકને નોટિસ પાઠવતી હોય છે આ કેસ માં કોઇ નોટિસ પાઠવ્યા વગર સીધું જેસીબી ચલાવી દીધેલ હતું. શું આ કાર્ય રાજકોટ મહાનગર પાલિકા ના અધિકારીઓ દ્વારા વેપારીઓ પર ધોસ જમાવવા કે વેપારીઑ ને ભયભીત કરવા માટે પોતાની દાદાગીરી પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવેલ છે. અમો વેપારી મંડળનો આપને ભાવ પૂર્વક આગ્રહ છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી કસૂરવાર અધિકારીઓ સામે ન્યાયિક ખાતાકીય પગલાં લેવાય તેમ જણાવ્યું હતું.

અનેક લોકોએ ફરિયાદ કરવાનું ટાળ્યું
ગાયકવાડી પ્લોટમાં નોટીસ આપ્યાવગર મહાનગરપાલિકાએ ડીમોલીશનની કામગીરી હાથ ધરતા વેપારી મંડળ દ્વારા નડતરરૂપ રેલીંગની સાથો સાથ અન્ય બાંધકામને પણ નુક્શાન કર્યુ હોવાની ફરિયાદ કરી છે. જ્યારે અનેક વેપારીઓ તેમજ લોકોને પણ ડીમોલીશન દરમિયાન આ પ્રકારનો અનુભવ થઈ ચુક્યો છે. પરંતુ તંત્ર સામે કોણ થાય તેવી બીકના લીધે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું ગાયકવાડી પ્લોટના સ્થાનિકોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version