Connect with us

ભાવનગર

બેલા બનાવવાના મશીનમાં બેસી જતાં બે સગાભાઇના વીજશોકથી મોત

Published

on

ગુજરાત મિરર, ભાવનગર તા.5
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાના આંબલા ગામે બ્લોકનો માલ બનાવવા માટેના મિક્સરમાં આવી જતા બે બાળકોના મોત થયા છે. આમલા ગામે બ્લોક બનાવવાના કારખાનામાં શ્રમિક પરિવાર કામ કરવા આવ્યો હતો. એક બાળક રાજવીરની ઉંમર ચાર વર્ષ જ્યારે જયવીરની ઉમર દોઢ વર્ષ છે. બાળકો રમતા રમતા બ્લોક બનાવાના મિક્સરમાં જઇ શરૂૂ કરી દેતા દુર્ઘટના સર્જાઇ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના આંબલા ગામે બ્લોક બનાવતી એક ખાનગી ફેકટરીમાં દાહોદનો આદિવાસી પરિવાર મજૂરી માટે આવ્યો હતો તે દરમિયાન ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બંને બાળકને શોર્ટ લાગ્યો હતો અને ત્યારબાદ મશીનમાં આવી જતા બન્ને સગા ભાઈના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું.જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

Published

on

By

બોટાદ પાસે પાળિયાદ રોડ ઉપર બનેલી ઘટના: પ્રૌઢે રાજકોટ સારવારમાં દમ તોડયો

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં બોટાદમાં રહેતા પ્રૌઢ માતાના મઢે દર્શને જતા હતા ત્યારે અજાણ્યા ટેમ્પો ચાલાકે પદયાત્રી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બોટાદમાં પાળીયાદ રોડ ઉપર રહેતા શાંતુભાઇ મનુભાઈ ખાચર નામના 46 વર્ષના પ્રૌઢ બોટાદ પાળીયાદ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટેમ્પોના ચાલાકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શાંતુભાઈ ખાચરને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારગત કારગત નિવડે તે પૂર્વે જ શાંતુભાઈ ખાચરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

આ ઘટના અંગે બોટાદ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક શાંતુભાઈ ખાચર માતાના મઢે ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે પદયાત્રી શાંતુભાઈ ખાચરને અજાણ્યા ટેમ્પો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટેમ્પો ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Continue Reading

ગુજરાત

પાલિતાણાના જામવાળી ગામે 23 બાળકોને ફૂડ પોઇઝનિંગ

Published

on

By

શિક્ષિકાના જન્મદિવસની પાર્ટીમાં ભોજન બાદ ઝેરી અસરથી ભારે દોડધામ


ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકના જામવાળી પ્રાથમિક શાળાના શિક્ષિકાના જન્મ દિવસે ભોજન આરોગનાર 120 વિદ્યાર્થીઓમાંથી 23 બાળકોને ઝાડા-ઉલ્ટીથી ફુડ પોઇઝનીંગની અસર થઇ જતા શિક્ષિકાના પરિવારજનો અને બાળકોના વાલીઓમાં દોડધામ થઇ પડી હતી. હોસ્પીટલમાં સારવાર હેઠળ તમામ બાળકો હાલ ભયમુક્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના જામવાડી ગામે પ્રાથમિક શાળાના 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનની અસર થઈ હતી. શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા ઉલ્ટીની અસર થઈ હોવાનું જાણવા મળેલ છે. શાળાની એક શિક્ષિકા ના જન્મ દિવસના ભોજન આરોગ્યા બાદ બાળકોને ફુડ પોઈઝીંગની અસર થઈ હતી.જેમાં 120 બાળકો માથી 23 ને થઈ સામાન્ય અસર થઈ હતી.


આ બનાવ ને લઈને આરોગ્યની ટીમો જામવાળી ગામે દોડી ગઈ હતી. તમામ બાળકોની તબીયતમાં સુધારો હાલ સામાન્ય અસર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી. હાલ તમામની હાલત સ્થિર અને સામાન્ય અસર થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરની યુવતીનું વિધર્મીએ અપહરણ કર્યું, સાત મહિનાથી ન્યાય મેળવવા ભટકતા પિતા

Published

on

By

દીકરીનો કોઇ પત્તો નથી, વકીલ રાખી શકે તેવી આવક નથી: ન્યાય માટે ગૃહમંત્રીને કરી રજૂઆત

વડવા ચોરા વિસ્તારમાં રહેતા એક લાચાર પિતાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાત મહિના પહેલા તેની દિકરીનું વિધર્મીએ અપહરણ કર્યું છે અને આજદીન સુધી તેની દિકરીનો કોઇ પત્તો નથી. વિવિધ સ્થળે મદદ માટે દોડવા છતાં કોઇ મદદ મળતી નથી. મારી દિકરી જીવે છે કે મરી ગઇ છે કે પછી તેને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી છે ? તેની અમને કોઇ જાણ નથી તો આપના તરફથી મદદ મળે અને મારી દિકરીને મુક્ત કરાવવામાં આવે.


વડવા વિસ્તારમાં રહેતા યુવતીના પિતાએ લખેલા પત્રમાં ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે દિકરીની ભાળ મળી શકે તે માટે વારંવાર પોલીસ તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વિવિધ સંગઠનોને પણ રજૂઆત કરી છે પરંતુ તેમને માત્ર આશ્વાસન જ મળે છે. મારી દિકરીને ભગાડી જવામાં આવી હોવાની જાણ થતાં મારી પત્નિને પેરાલીસીસ થઇ ગયો છે. તે પથારીવશ છે. તેમના આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. તેમની આવક માત્ર 3 હજાર જેટલી છે અને એટલે તેઓ વકીલ રાખી શકે તેમ નથી.


એક તરફ આર્થિક તંગી અને તેમાં પત્નિને પેરાલીસીસ થઇ જતાં તેમની હાલત કફોડી બની ગઇ છે અને બીજી તરફ સાત મહિનાથી દિકરીનો કોઇ પત્તો મળતો ન હોય તેમની સ્થિતિ લાચર જેવી થઇ ગઇ છે. મારા જેવા ગરીબ વ્યક્તિને આપના તરફથી મદદ મળે તેવી હુ અપેક્ષા રાખી રહ્યો છુ. હિન્દુના દેશમાં હિન્દુઓને ન્યાય મેળવવા માટે અહિં તહી ભટકવુ પડી રહ્યુ છે ત્યારે મારી દિકરી કોઇ મોટી મુસીબતમાં ફસાઇ ગઇ છે ત્યારે તેને છોડાવવા માટે અને મને ન્યાય અપાવવા માટે પિતાએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે.

Continue Reading
રાષ્ટ્રીય4 hours ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય4 hours ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય5 hours ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports5 hours ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત5 hours ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત5 hours ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત5 hours ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય5 hours ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય5 hours ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય6 hours ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ક્રાઇમ10 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય7 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય1 day ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

Trending