કાલે સ્વાતંત્ર્ય પર્વમાં પ્રથમ વખત ‘વંદેમાતરમ’નું ગાન: યુવાશક્તિ રહેશે મોદીના સંબોધનની થીમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના કાર્યકાળ દરમ્યાન 13મી વખત 80માં સ્વાતંત્રય દિને ઉજવણીનું નેતૃત્વ કરશે. આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહેલીવાર વંદેમાતરમના શાશ્વત વારસાના 150 વર્ષની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના કાર્યકાળ દરમ્યાન 13મી વખત 80માં સ્વાતંત્રય દિને ઉજવણીનું નેતૃત્વ કરશે. આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહેલીવાર વંદેમાતરમના શાશ્વત વારસાના 150 વર્ષની ઉજવણી અને 2047 સુધીમાં ભારતની વિકસિત ભારત તરફની યાત્રાને આગળ ધપાવવામાં યુવાશક્તિની ઉર્જા, આકાંક્ષાઓ અને મુખ્ય યોગદાનના મુદાઓ રહેશે. વડાપ્રધાન તેમના પ્રવચનમાં આ બાબતો વણી લેશે. એ સાથે ગઇકાલે સંપન્ન થયેલા સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષની ધાંધલ ધમાલને કારણે નામનું જ કામકાજ થયું એ ધ્યાનમાં રાખી પીએમ વિપક્ષો પર પ્રહારો સાથે સંસદીય મુલ્યોની જાળવણી પર ભાર મુકશે.

પેપરલીક મુદે થયેલા વિદ્યાર્થી આંદોલન પછી પીએમએ અવાર નવાર ઇન્સ્ટાગ્રામ વીડીયોમાં યુવાનોના હિત અને ભવી અગ્રસ્થાને હોવાની ખાતરી આપી છે તે જોતા તેઓ યુવાનો માટે નવી શૈક્ષણિક સંસ્થાઓ, અભ્યાસો અને શિષ્યવૃતિ તથા રોજગારીની નવી તકોની જાહેરાત કરી શકે છે. આ વખતના સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીમાં પહેલી જ વાર રાષ્ટ્રગાન વંદેમાતરમ ગવાશે. સંસદે વંદેમાતરમ ગાવા વિશે તાજેતરમાં જ ખરડો પસાર કર્યો હતો.

જાહેર થયેલા કાર્યક્રમ મુજબ લાલ કિલ્લા ખાતે પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીને સેના, નૌકાદળ, વાયુસેના અને દિલ્હી પોલીસના જવાનોનો સમાવેશ થતો ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પ્રાપ્ત થશે. ત્યારબાદ તેઓ કિલ્લા પર જશે, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ અને ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ સ્ટાફ તેમનું સ્વાગત કરશે.

પીએમ મોદી કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણની સહાયથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. સ્વદેશી 105ળળ લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરીને ઔપચારિક બેટરી દ્વારા 21 તોપોની સલામી સાથે ધ્વજવંદન કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના બે ખશ-17 હેલિકોપ્ટર સ્થળ પર ફૂલોની પાંખડીઓ વરસાવશે. એક હેલિકોપ્ટર રાષ્ટ્રધ્વજ લઈ જશે, જ્યારે બીજામાં વંદે માતરમ દર્શાવતો ધ્વજ હશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાના કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.

સમાજના વિવિધ ક્ષેત્રો અને સરકારી કાર્યક્રમોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 5,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં પીએમ મુદ્રા યોજના હેઠળ સહાયિત મહિલા ઉદ્યોગસાહસિકો, વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ, સ્વચ્છતા કાર્યકરો, શેરી વિક્રેતાઓ, નવીનતાઓ, વૈજ્ઞાનિકો, સ્ટાર્ટ-અપ સ્થાપકો, પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ તાલીમ પામેલા યુવાનો, પીએમ વિશ્વકર્મા હેઠળ કારીગરો, ખેડૂતો, આરોગ્યસંભાળ કાર્યકરો, મેટ્રો કર્મચારીઓ અને પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજનાના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *