મોરબી

મોરબીના ખાનપરમાં યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો

Published

on

મોરબી તાલુકાના ખાનપર ગામે નજીવા પ્રશ્ને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા રવિ મગનભાઈ રાઠોડ નામનો 24 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાની ગામની બાજુમાં હતો ત્યારે અજય, મિલન અને અક્ષય નામના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા રવિ રાઠોડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે રહેતા મંજુબેન કાળુભાઈ સોંદરવા નામની 39 વર્ષની પરિણીતા ચાર દિવસ પૂર્વે પોતાના ઘરે હતી. ત્યારે ભૂલથી એસિડ પી લીધું હતું પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version