Site icon Gujarat Mirror

હત્યાનો બદલો લેવા નીકળેલા માળિયાના ત્રણ શખ્સો ધ્રાંગધ્રા પાસેથી 4 બંદૂક, 41 કારતુસ સાથે ઝડપાયા

આરોપીઓ પાટડીના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા જતા હતા, બે કાર અને હથિયાર સહિત 10.23 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ધ્રાંગધ્રા હાઈવે પર ગુરુકુળ ચોકડી પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે બે શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 04 બંદૂક અને 41 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે કુલ રૂૂ. 10.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

એલ.સી.બી ટીમ અને પેરોલ ફર્લોે ટીમના સ્ટાફે બાતમીને આધારે ધ્રાંગધ્રા હાઇવે પર ગુરુકુળ ચોકડી પાસે વોચ ગોઠવી માલવણ તરફથી આવતી અલગ અલગ નંબરોની બે કારને રોકી તલાશી લેતા બંને કારમાંથી 4 બંદૂક તથા 41 જીવતા કાટઝ સાથે (1) સમશેરભાઈ જાકુબભાઈ જેડા (2) સિકંદર જાનમહંમદભાઇ જેડા (3) દીનમહમદ તાજમહમદભાઈ ભટ્ટી (ત્રણેય રહે માળિયા, મોરબી)ને ઝડપી લીધા હતા. જ્યારે આ રેઇડ દરમિયાન (1) આસિફભાઈ સકુરભાઈ જેડા (2) અઝહર અલીમહમદ જેડા નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પાંચ શખ્સ વિરૂૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે ઝડપાયેલા એક આરોપીનાં પરીવારજનની હત્યાનો આરોપી પાટડીનાં ગેડીયા ગામે રહેતો હોય તેવી હકીક મળતા આરોપીઓ બે કારમા હથીયાર સાથે માળીયાથી નીકળી હત્યાનો બદલો લેવા જતા હતા ત્યારે બાતમી મળતા 3 આરોપીને ઝડપી લીધા હતા જયારે ફરાર થયેલા બે આરોપીની શોધખોળ શરુ કરી છે.

ફોર્ચ્યુનરમાંથી ઝડપાયેલા સિકંદર જાનમહંમદ જેડા અને દીનમહંમદ તાજમહમદ ભટ્ટી પાસેથી 01 સિંગલ બેરલ બંદૂક (રૂૂ.5000), 10 જીવતા કાટઝ (રૂૂ. 1000), 2-મોબાઇલ (રૂૂ.5500) તથા કાર (રૂૂ. 5,00,000) સહિત રૂૂ.5.11 લાખનો મુદામાલ કબજે કર્યો, તેમજ કિયા સેલટોસ કારમાંથી સમશેર જાકુબભાઈ જેડાને 03 હાથ બનાવટની બંદૂક (રૂૂ.9000), 31 જીવતા કાટઝ (રૂૂ.3100), કાર (રૂૂ.5,00,000) સહિત રૂૂ.5.12 લાખનો મુદામાલ કબજે કર્યોે હતો. બંને કારમાંથી કુલ રૂૂ.10.23 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version