પ્રાઈવેટ પાર્ટમાં રોડ નાખવાની ધમકી, ન્યૂડ ફોટાથી બ્લેકમેલ કરતો હતો

સેલિના જેટલીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપો સેલિના જેટલીએ તેના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં સેલિના તરફથી પીટર હોગ પર…

સેલિના જેટલીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપો

સેલિના જેટલીએ તેના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં સેલિના તરફથી પીટર હોગ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સેલિનાનો આરોપ છે કે, તેના પતિનો ત્રાસ હનીમૂનથી જ શરૂૂ થઈ ગયો હતો. દિલ્હી ગેંગરેપ કેસ પછી સેલિનાના પતિએ તેને ધમકાવવાનું શરૂૂ કર્યું કે, તે તેના પ્રાઇવેટ પાર્ટમાં રોડ નાખી દેશે. એટલું જ નહીં, તે બાળકોની સામે તેમને ગંદી ગાળો આપતો, અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવાનું કહેતો અને સેલિનાના ન્યૂડ ફોટા લઈને તેમને બ્લેકમેલ પણ કરતો હતો.

મંગળવારે આ જાણકારી સામે આવી હતી કે, અભિનેત્રી સેલિના જેટલીએ તેના પતિ પીટર હોગ વિરુદ્ધ મુંબઈની કોર્ટમાં ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે. જેમાં તેમણે પતિ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. સેલિના અને પીટર હોગના લગ્ન વર્ષ 2010માં થયા હતા. પીટર એક ઓસ્ટ્રેલિયન આન્ત્રપ્રિન્યોર છે. તેમને ત્રણ બાળકો છે. વિન્સ્ટન અને વિરાજ જોડિયા બાળકો છે. જોડિયા બાળકોનો જન્મ 2012માં થયો હતો. 2017માં આર્થરનો જન્મ થયો અને હાર્ટની સમસ્યાના કારણે સેલિનાના એક પુત્ર શમશેરનું નિધન થઈ ચૂક્યું છે.

સેલિનાએ આરોપ લગાવ્યો છે કે, પીટરે તેમને બાળકોની સામે ગંદી ગાળો આપી હતી. સેલિનાએ જણાવ્યું કે, લગ્ન દરમિયાન પણ પીટરે મોંઘી ભેટોની માંગણી કરી હતી. સેલિનાએ તેમના લગ્નમાં ફિઝિકલ, ઇમોશનલ અને સેક્સુઅલ અબ્યૂઝના ઘણા ચોંકાવનારા આરોપો લગાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *