રાજ્યસભામાં નાણાં પ્રધાન સીતારામન સાથે વક્યુધ્ધમાં ઉતરતા કોંગ્રેસ પ્રમુખ
કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે રાજયસભામાં વાકયુધ્ધ ખેલાયું હતું. બંધારણ પરની ઉપલા ગૃહમાન ચર્ચાનો પ્રારંભ કરતા સીતારમણે ભૂતપૂર્વ વડા પ્રધાનો જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી સહિતની જૂની પાર્ટી અને તેના નેતાઓ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ જે બંધારણીય સુધારા લાવ્યા હતા તે લોકશાહીને મજબૂત કરવા માટે નહીં પરંતુ સત્તામાં રહેલા લોકોની સુરક્ષા માટે હતા. તેમણે ઇન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી અને શાહબાનો કેસના ચુકાદા પછી કોંગ્રેસ સરકારે કરેલા બંધારણીય સુધારઓને ટાંકયા હતા.
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ બંધારણ પર સીતારમણની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમની પાસે ભલે સારી ભાષા હોય, પરંતુ તેમની પાસે સારા કાર્યો નથી. રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા ખડગેએ કહ્યું, મારે તેમને કહેવું છે કે હું પણ વાંચવું જાણું છું. મેં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, તેણી (નિર્મલા સીતારમણ) જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભણી છે, તે ચોક્કસ છે કે તેનું અંગ્રેજી સારું હશે, તેની હિન્દી સારી હશે, પરંતુ કાર્યો સારા નથી.
વધુમાં, તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જેઓ બંધારણ, રાષ્ટ્રધ્વજ અને અશોક ચક્રને ધિક્કારકરે છે તેઓ ભવ્ય પાર્ટીને શિખવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ શું છે? તેઓએ બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીના પૂતળાને રામલીલા મેદાનમાં (દિલ્હીમાં) સળગાવ્યા હતા, જે દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું હતું. તેમણે કોંગ્રેસનો બચાવ કર્યો અને કહ્યું કે જ્યારે ઘણા શક્તિશાળી દેશો પાસે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર નથી, મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો, તે સમયે, ભવ્ય પાર્ટી અને બંધારણે રાષ્ટ્રને આ અધિકારો આપ્યા હતા, ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને જનસંઘ (હવે ભાજપ)એ તેનો વિરોધ કર્યો હતો.
વડાપ્રધાન પર પ્રહારો કરતા ખડગેએ કહ્યું વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) અમને શીખવતા હતા અને કહેતા હતા કે અમે જૂઠું બોલીએ છીએ પણ નંબર વન જૂઠ વડા પ્રધાન છે. કહેવામાં આવ્યું હતું કે 15 લાખ રૂૂપિયા આવશે પણ કંઈ આવ્યું નહીં. આ લોકો દેશને ગેરમાર્ગે દોરે છે. અને જૂઠું બોલીને લોકોને છેતરે છે. વડાપ્રધાનને જણાવવું જોઈતું હતું કે તેમણે બંધારણને મજબૂત કરવા માટે છેલ્લા 11 વર્ષમાં શું કર્યું છે. એવો સવાલ તેમણે કર્યો હતો.
