સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટઝોન ક્રિકેટ ટૂર્નામેન્ટનો ત્રીજો દિવસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત વેસ્ટ ઝોન યુનિવર્સિટી ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધા ત્રીજા દિવસે પણ અત્યંત ઉત્સાહ અને રમૂજી માહોલ વચ્ચે આગળ વધી રહી છે. યુનિવર્સિટીના…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત વેસ્ટ ઝોન યુનિવર્સિટી ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધા ત્રીજા દિવસે પણ અત્યંત ઉત્સાહ અને રમૂજી માહોલ વચ્ચે આગળ વધી રહી છે. યુનિવર્સિટીના આયોજન હેઠળ આજે કુલ 9 મેદાનોમાં એકસાથે 18 મેચો રમાઈ હતી, જેમાં 36 ટીમોએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ ઉચ્ચ રમત પ્રદર્શિત કરી દર્શકોને ક્રિકેટનો ભરપૂર આનંદ આપ્યો હતો.

આ સ્પર્ધાના તમામ મેચોના સ્કોર અને પરિણામો Crick Hiroz એપ્લિકેશન દ્વારા લાઈવ દર્શાવવામાં આવી રહ્યા છે, જેથી રમતપ્રેમીઓ દેશભરમાંથી રિયલ ટાઈમ સ્કોરિંગનો લાભ લઈ રહ્યા છે. વિવિધ મેદાનો પર રમાયેલી મેચોમાં રોમાંચક જીત-હાર, ઉત્તમ બેટિંગ અને ઘાતક બોલિંગ જોવા મળ્યું. અનેક મેચોમાં પરિણામ છેલ્લી ઓવરો સુધી ખેંચાયું. બેટ્સમેનોએ આકર્ષક અર્ધશતક અને બોલરોએ મહત્વપૂર્ણ વિકેટ મેળવી મેચનો રૂૂખ બદલી નાખ્યો. દરેક મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી.

આ ભવ્ય ક્રિકેટ સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ સ્પોન્સરો દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે, જે પ્રશંસનીય છે. પરમ અગરબત્તી એમ.ડી. કેયુર ઘાટોડીયા દ્વારા દરેક મેચના મેન ઓફ ધ મેચને ટ્રોફી અર્પણ કરવામાં આવી રહી છે. ઓમ. વી.વી.આઈ.એમ. કોલેજ, મોરબી ટ્રસ્ટી સુમનભાઈ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમના ખેલાડીઓ માટે ટી-શર્ટ અને ટ્રેકસૂટ પ્રદાન કરવામાં આવ્યા ડો. સુભાષ યુનિવર્સિટી યુનિવર્સિટી પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા દ્વારા દરેક હારનાર ટીમને Consolation Trophy આપી ખેલાડીઓનું મનોબળ વધારવામાં આવી રહ્યું છે. આયોજનની સફળતા આ સ્પર્ધામાં ખેલાડીઓ ઉપરાંત આયોજન સમિતિના સભ્યો, ટેક્નિકલ સ્ટાફ અને સ્વયંસેવકો દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. ખેલાડીઓ માટે રહેઠાણ, મેદાન વ્યવસ્થા, સ્કોરિંગ અને ટ્રોફી વિતરણ જેવી તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે સંચાલિત થઈ રહી છે.