Site icon Gujarat Mirror

ડિ મોલિશન નોટિસની સમયમર્યાદા વધારવા ‘આપ’ની માંગ

આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકરોએ જંગલેશ્ર્વર વિસ્તારના સ્થાનિકો સાથે મળીને આજે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ડિમોલેશન માટે આપવામાં આવેલી નોટિસનો સમયગાળો અત્યંત ટૂંકો છે અને સમયમર્યાદામાં વધારો કરવામાં આવવો જોઈએ. છેલ્લા 50થી 60 વર્ષથી જંગલેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોને વૈકલ્પિક આવાસ આપ્યા વિના ડિમોલેશન કરવું યોગ્ય નથી. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નામે ગરીબોના ઘર તોડવાને બદલે તેમને 2-ઇઇંઊં ફ્લેટ જેવી પુનર્વસન સુવિધા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

Exit mobile version