ઓડિશામાં ભારતીય પ્રવાસી સંમેલનનું ઉદઘાટન કરતા કહ્યું, ભવિષ્ય યુધ્ધમાં નહીં બુધ્ધમાં છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે એનઆરઆઈને સંબોધતા પીએમ મોદીએ તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને કહ્યું કે અમારું લક્ષ્ય 2047 છે. વિકસિત ભારતના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પીએમ મોદીએ સમ્રાટ અશોકથી લઈને મહાત્મા બુદ્ધ વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે ઘણા વિશ્વ નેતાઓને મળ્યા અને દરેકે તેમના દેશમાં રહેતા એનઆરઆઈની પ્રશંસા કરી.
પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં તરંગો મચાવી રહ્યું છે. આજે ભારત જે કહે છે તેને દુનિયા ધ્યાનથી સાંભળે છે. આજનો ભારત ન માત્ર પોતાનું સ્ટેન્ડ મજબૂત રીતે રજૂ કરે છે, તે ગ્લોબલ સાઉથનો અવાજ પણ પૂરી તાકાતથી ઉઠાવે છે. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ આજે ભારતની સફળતા જોઈ રહ્યું છે. આજે, જ્યારે ભારતનું ચંદ્રયાન શિવ શક્તિ પોઈન્ટ પર પહોંચ્યું છે, જ્યારે વિશ્વ ડિજિટલ ઈન્ડિયાની શક્તિ જોઈને આશ્ચર્યચકિત છે, ત્યારે આપણે બધા ગર્વ અનુભવીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતનું દરેક ક્ષેત્ર આકાશની ઊંચાઈઓને સ્પર્શવા માટે આગળ વધી રહ્યું છે.
એનઆરઆઈને સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે 21મી સદીમાં ભારત જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે અને દેશમાં જે સ્તરે વિકાસ કાર્ય થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. પીએમ મોદીએ ફાઈટર એરક્રાફ્ટના સ્વદેશી નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે થોડા દિવસોમાં પ્રયાગરાજમાં મહાકુંભ શરૂૂ થશે. મકરસંક્રાંતિ, માઘ બિહુ જેવા તહેવારો પણ આવી રહ્યા છે.
સર્વત્ર આનંદનું વાતાવરણ રહેશે. ઈતિહાસની ચર્ચા કરતા તેમણે કહ્યું કે જ્યારે દુનિયા તલવારના જોરે સામ્રાજ્યોના વિસ્તરણના યુગમાં હતી ત્યારે આપણા સમ્રાટ અશોકે અહીં શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો.