‘થલાઇવા’નો જાદુ, રજનીકાંતની જેલર-2ની વૈશ્ર્વિક કમાણીનો આંકડો 500 કરોડને પાર

2026ની સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ભારતીય ફિલ્મ બની સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ ’જેલર 2’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી…

2026ની સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ભારતીય ફિલ્મ બની

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ ’જેલર 2’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. એડવાન્સ બુકિંગથી શરૂૂ થયેલો પ્રેક્ષકોનો ઉત્સાહ હવે થિયેટરોમાં પ્રચંડ કમાણીના આંકડાઓમાં ફેરવાઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં ’જેલર 2’ એ વૈશ્વિક સ્તરે ₹500 કરોડથી વધુની જંગી કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે.

આ શાનદાર કમાણી સાથે ’જેલર 2’ વર્ષ 2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. હાલમાં આ કમાણીની રેસમાં તે માત્ર ’ધુરંધર 2’ અને ’દ્રશ્યમ 3’ થી જ પાછળ છે. રજનીકાંતની 2025માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ’કુલી’એ વૈશ્વિક સ્તરે ₹518 કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ ’જેલર 2’ એ માત્ર 8 જ દિવસમાં ₹582.45 કરોડની વૈશ્વિક કમાણી કરીને અગાઉના અનેક રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે.

આ ફિલ્મે પ્રથમ દિવસે ₹59.70 કરોડની ધમાકેદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરી હતી. તેમજ બીજા દિવસે ફિલ્મે ₹37.10 કરોડનું કલેક્શન કર્યું હતું. અને વીકડેઝ દરમિયાન પણ મજબૂત પકડ જાળવી રાખીને ફિલ્મે પ્રથમ સપ્તાહ પૂર્ણ થાય તે પહેલાં જ ભારતમાં ₹317.20 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં ભારતનું કુલ નેટ કલેક્શન ₹371.45 કરોડ સુધી પહોંચી ગયું છે. અને માત્ર 8 દિવસમાં વૈશ્વિક સ્તરે આ ફિલ્મે ₹582.45 કરોડની કમાણી કરીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *