ગુજરાત

જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુ પામેલા ખંભાળિયાના બાળ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા

Published

on

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા ખંભાળિયાના એક બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો, અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના નમૂનાઓ લઈને પ્રુથ્થકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે તે બાળકનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જોકે બાળકનું મૃત્યુ થયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જામનગરની સરકારી જી જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ત્રણ બાળકો તેમજ જામનગર જિલ્લાના જ વતની એવા એક બાળકને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જે ચારેય બાળ દર્દીઓના પણ નમૂના લઈને પૃથકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, અને તે ચારેય બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્યતંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version