આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની સરખામણીમાં ભારતીય મૂળની કમલા હેરિસ પાછળ રહી ગઈ. આ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓ પણ જોવા મળ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય મૂળના કુલ 6 નેતાઓ યુએસ કોંગ્રેસના સાંસદ બનવામાં સફળ રહ્યા છે. સુહાસ સુબ્રમણ્યમ વજીર્નિયા સીટ પરથી જીત્યા છે. આ સિવાય કેલિફોર્નિયાથી અમી બેરા, ઇલિનોઇસથી રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાથી રો ખન્ના, વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ અને મિશિગનથી શ્રી થાનેદાર સાંસદ બનવામાં સફળ રહ્યા છે.
વર્તમાન કોંગ્રેસ (યુએસ સંસદ)માં તેમની સંખ્યા પાંચ હતી. તમામ પાંચ વર્તમાન ભારતીય અમેરિકન સભ્યો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ફરી ચૂંટાયા છે. ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા સમુદાયમાંથી પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે. સુબ્રમણ્યમે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા હતા. તેઓ હાલમાં વર્જિનિયા રાજ્યના સેનેટર છે.
ડો. અમીશ શાહ એરિઝોનાના 1 લી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી સામે પાતળી સરસાઈથી આગળ છે. જો તે જીતવામાં સફળ થાય છે તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતીય અમેરિકનોની સંખ્યા વધીને સાત થઈ જશે.