ક્રાઇમ
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
યુનિવર્સિટી રોડ વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટના, જે માનેલી બહેન પાસે રાખડી બંધાવતો તેની જ પુત્રીને હવશનો શિકાર બનાવી
એકલતાનો લાભ લઇ બે વખત મોં કાળુ કર્યુ, ભાંડો ફૂટતા પોલીસે રાતોરાત ઝડપી લીધો
રાજકોટમાં દિવાળીના તહેવાર પર માનેલા ભાઈએ બહેનની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે.આ દુષ્કર્મનો બનાવ સામે આવતા યુનિ. રોડ પર રહેતી મહિલાએ ફરીયાદ નોંધાવતા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી.ફરિયાદી મહિલા સાથે યુનિ. રોડ પર આવેલી એક હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતાં શખ્સે મહિલાના ઘરે પહોંચી એકલતાનો લાભ લઇ પુત્રી સાથે બળજબરી કરી હતી.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ મધુ ચૌહાણ (રહે. રાજકોટ) નામના શખ્સનું નામ આપતાં યુની. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદીએ આક્ષેપો સાથે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણીના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયેલ છે. હાલ તે તેની 7 વર્ષની પુત્રી સાથે રહે છે.તે યુનિ. રોડ પર આવેલી એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ચાર વર્ષથી નોકરી કરે છે.તેમની સાથે આરોપી દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય જેથી બંને વચ્ચે પરીચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે ભાઈ-બહેનના સબંધ બંધાતા તેણીએ તેને ધર્મનો ભાઈ બનાવી રાખડી પણ બાંધી હતી.
બાદમાં તેમના પતિનું અવસાન થયું હતું.ત્યાર બાદ તેણીની સગીર પુત્રી પણ ક્યારેક ક્યારેક હોસ્પિટલે સાથે આવતી હતી.જેથી આરોપી અને તેની પુત્રીની ઓળખાણ થઈ હતી અને બંને ઓળખતા થયા હતા.તે દરમિયાન આરોપી એક-બે વખત તેમની ઘરે જમવા પણ આવ્યો હતો.
જે બાદ ગઈ તા.4 ના ફરિયાદી તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાં એક હોસ્પિટલમાં વપરાતુ કેન પડ્યું હતું.જેથી મહિલાએ શંકા જતા તેમણે કેન વિશે પુત્રીને પૂછતાં હેબતાઈ ગયેલી સગીરાએ ગભરાતા ગભરાતા જણાવ્યું હતું કે, તેણીએ મોટા ભાઇ આવ્યા હતાં અને તે આ કેન લાવ્યા છે. આ વાત કરી દિકરી રડવા લાગી હતી અને રડતાં રડતાં કહ્યું હતું કે દિલીપભાઇએ મને પરાણે કિસ કરી લીધી હતી. તેમજ મારા કપડા ઉતારી નાખી મને સુવડાવી દઇ મારા ઉપર તે સુઇ ગયેલ અને બળજબરી કરતાં મને દુ:ખાવો થવા માંડ્યો હતો.
હું રાડો પાડવા માંડતા દિલીપભાઇએ મને શાંતિ રાખવા કહ્યું હતું. તેમજ આવુ કરવાનું ચાલુ રાખ્યું હતું.થોડીવાર પછી તે નીચે ઉતરી ગયેલ અને તેઓ જતા રહ્યા હતા. ત્યારબાદ મેં બાથરૂૂમમાં જઇ જોતાં મને પગ વચ્ચેથી લોહી નીકળ્યું હતું જે મેં સાફ કરી નાખ્યુ હતું. આ પછી મેં મારી દિકરીને ફરીથી પુછેલુ કે અગાઉ દિલીપભાઇ કયારેય આવ્યા હતાં? ત્યારે દિકરીએ જણાવેલુ કે થોડા દિવસ પહેલા પણ દિલીપભાઇ આવેલ અને ત્યારે તે જ્યુસ લઇને આવ્યા હતાં. ત્યારે પણ મારી સાથે ખરાબ કામ કર્યુ હતું. દિકરીની આ વાત સાંભળી મેં દિલીપને ફોન કરતાં તેણે કહેલું કે મેં આવુ કંઇ કર્યુ નથી.
સગીર પુત્રી સાથે બનેલી આ ઘટનાની વાત સાંભળતાં મહિલાને આઘાત લાગ્યો હતો અને પોતે સગીર પુત્રી સાથે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી યૂની.પોલીસે ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઈ કે. જે.કરપડા અને ટીમે આરોપી દિલીપ ચૌહાણ(ઉ.વ.25)ની ધરપકડ કરી આકરી પૂછપરછ શરૂૂ કરી છે. આ મામલે એસીપી રાધિકા ભારાઇએ સમગ્ર ઘટના અંગે વિગતો આપી અને આરોપીની હાલ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતુ.