મેડિકલ એજ્યુકેશનની ફી પહેલેથી જ મોંઘી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં વધુ એક મોટી સમસ્યા ઉમેરાઈ છે કેટલાક એજન્ટો ડમી ઉમેદવારો વડે સીટ્સ બ્લોક કરીને તેમને સૌથી વધુ બિડ આપનારને વેચી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી બીજી રાઉન્ડની કાઉન્સેલિંગ પછી 700થી વધુ વિદ્યાર્થીઓએ તેમને મળેલી મેડિકલ સીટ્સ ક્ધફર્મ કરી નથી. કેટલાક વિદ્યાર્થીઓ ખરેખર વાર્ષિક ફી (₹3.5 લાખથી ₹25 લાખ) આપી શક્યા નથી. આવી ખાલી પડતી સીટ્સ પર એજન્ટો નજર રાખે છે, એવું મેડિકલ એડમિશનનું નિરીક્ષણ કરતા અધિકારીઓએ જણાવ્યું છે.
અધિકારીઓના કહેવા મુજબ, એજન્ટોનું નેટવર્ક મેનેજમેન્ટ ક્વોટાની સીટ્સ માટે ₹15 લાખથી ₹25 લાખ સુધીની કમિશન વસૂલે છે. તેઓ મેરિટને મેનીપ્યુલેટ કરીને સીટ્સ બ્લોક કરે છે અને ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓને મોંઘી ફીમાં સીટ આપે છે.
એક કિસ્સામાં અમદાવાદના એજન્ટે મધ્ય ગુજરાતની એક મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની ક્ધફર્મ સીટ માટે ₹1.4 કરોડની માંગ કરી હતી. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી ₹23 લાખ છે, જે પાંચ વર્ષમાં કુલ ₹1.15 કરોડ થાય છે. બાકીના ₹25 લાખ એજન્ટની ફી છે, એવું સૂત્રોએ જણાવ્યું.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટરે ઓછા સ્કોર (720માંથી 232) સાથે વિદ્યાર્થી બનીને સેટેલાઇટ વિસ્તારમાં કાર્યરત એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે પણ ₹1.4 કરોડની જ માંગ કરી હતી અને કહ્યું હતું કે ગયા વર્ષે તેણે ઓછામાં ઓછી 100 મેડિકલ એડમિશન કરાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ઓછી ફીવાળી સીટ મળે તો પણ તેની કમિશન બદલાશે નહીં.
સૂત્રોના કહેવા મુજબ, એજન્ટો પહેલા ₹5 લાખ એડવાન્સ લે છે. ત્યારબાદ વિદ્યાર્થીનું ગઊઊઝ સ્કોરકાર્ડ, લોગિન આઈડી અને પાસવર્ડ લઈને પોતે જ એડમિશન ફોર્મ ભરે છે. કેટલાક એજન્ટો 200થી 400 સુધીના ડમી એપ્લિકેશન્સ ભરે છે એવા વિદ્યાર્થીઓના, જેઓ ઊંચી ફીને કારણે અથવા ગઊઊઝ ફરીથી આપવા માંગે છે તેથી આ વર્ષે એડમિશન લેવા માંગતા નથી.
આ ડમી વિદ્યાર્થીઓ સીટ્સ ક્લેમ કરે છે અને પછી એડમિશન લેતા નથી.
આથી સીટ્સનું રિશફલ થાય છે અને ઓછા સ્કોરવાળા વિદ્યાર્થીને મેનેજમેન્ટ ક્વોટામાં સીટ મળી જાય છે.
ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ હોતી નથી કે તેમના નામે સીટ ક્લેમ થઈ છે. જેમને ખબર હોય તેમને પણ કોઈ ઇન્સેન્ટિવ અપાતું નથી.મેડિકલ એડમિશન કમિટીના સૂત્રોએ કહ્યું કે આવી મેલપ્રેક્ટિસની જાણ તેમને થઈ છે, પરંતુ કોઈ ઔપચારિક ફરિયાદ નથી મળી. નેશનલ મેડિકલ કમિશનના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નથી.
