નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડો

નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી ઙઋ અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં…

નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી ઙઋ અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે

કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નવા લેબર કોડ હેઠળ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવાનો છે. નવા કાયદા મુજબ, હવે કર્મચારીઓની બેસિક સેલરી (મૂળ પગાર) અને મોંઘવારી ભથ્થું (DA ) કુલ સેલરીના ઓછામાં ઓછા 50% હોવા જોઈએ, જ્યારે બાકીના 50% ભાગમાં અન્ય એલાઉન્સ સામેલ રહેશે. અગાઉ ઘણી કંપનીઓ બેસિક સેલરી ઓછી રાખીને ભથ્થાં વધારે આપતી હતી.

પરંતુ હવે નવા નિયમથી PF અને ગ્રેચ્યુઈટીમાં વધારો થશે, જેના કારણે કર્મચારીઓની દર મહિને હાથમાં આવતી રોકડમાં ઘટાડો થઈ શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નવું સેલરી સ્ટ્રક્ચર માત્ર એવા કર્મચારીઓ પર લાગુ થશે જેમની બેસિક સેલરી 15,000 રૂૂપિયાથી વધુ છે. જે કર્મચારીઓની બેસિક સેલરી 15,000 રૂૂપિયા કે તેથી ઓછી છે, તેમના પગાર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને તેમની ઇન-હેન્ડ સેલરી ઘટશે નહીં. જોકે, જે કર્મચારીઓનો બેસિક પગાર 18,000 કે 20,000 રૂૂપિયાથી વધુ છે, તેમને આ 50%ના નિયમની અસર જોવા મળશે.

ભલે દર મહિને મળતા પગારમાં થોડો ઘટાડો જણાય, પરંતુ આ ફેરફાર કર્મચારીઓના ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પીએફમાં વધુ રકમ જમા થવાથી નિવૃત્તિ સમયે મોટું ભંડોળ એકઠું થશે અને તેના પર સરકાર દ્વારા મળતું વાર્ષિક વ્યાજ પણ વધારે મળશે. આ ઉપરાંત, બેસિક સેલરી વધવાને કારણે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની રકમમાં પણ મોટો ઉછાળો આવશે, જે લાંબાગાળે આર્થિક સુરક્ષા પૂરી પાડશે.

50,000ના પગાર પર 600 રૂા. ઓછા મળશે
જો તમારી કુલ સેલરી 50,000 રૂૂપિયા છે, તો અત્યાર સુધીના ગણિત મુજબ જો તમારી બેસિક સેલરી 20,000 રૂૂપિયા હોય, તો 12% લેખે 2,400 રૂૂપિયા પીએફ કપાતો હતો અને તમને 47,600 રૂૂપિયા ઇન-હેન્ડ મળતા હતા. પરંતુ નવા નિયમ મુજબ, હવે તમારી બેસિક સેલરી ફરજિયાત 25,000 રૂૂપિયા(કુલ પગારના 50%) થઈ જશે. આ સ્થિતિમાં 12% લેખે પીએફ કપાત વધીને 3,000 રૂૂપિયા થશે, પરિણામે તમારી ઇન-હેન્ડ સેલરી 600 રૂૂપિયા ઘટીને 47,000 રૂૂપિયા થઈ જશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *