બિહારમાં છેલ્લો ઇનામી શરણે આવતા નકસલવાદનો રાજયમાં અંત

બિહાર પોલીસે દાવો કર્યો છે કે ટોચના માઓવાદી સુરેશ કોડા ઉર્ફે મુસ્તકીમના શરણાગતિ સાથે રાજ્ય ’નક્સલ મુક્ત’ બન્યું છે, જેના માથા પર 3 લાખ રૂૂપિયાનું…

બિહાર પોલીસે દાવો કર્યો છે કે ટોચના માઓવાદી સુરેશ કોડા ઉર્ફે મુસ્તકીમના શરણાગતિ સાથે રાજ્ય ’નક્સલ મુક્ત’ બન્યું છે, જેના માથા પર 3 લાખ રૂૂપિયાનું ઇનામ હતું.

પોલીસ મુખ્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, કોડા, જેનું નામ ઓછામાં ઓછા 60 કેસોમાં હતું, જેમાંથી ઘણા કેસ કડક ઞઅઙઅ હેઠળ નોંધાયેલા હતા, તેણે બુધવારે મુંગેર જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સમક્ષ આત્મસમર્પણ કર્યું. કોડાએ ત્રણ એસોલ્ટ રાઇફલ્સ, સેંકડો દારૂૂગોળો અને મેગેઝિન ઉપરાંત થોડી રોકડ રકમ સાથે આત્મસમર્પણ કર્યું.” બિહારમાં નકસલવાદ મુખ્યત્વે ઝારખંડની સરહદે આવેલા દક્ષિણ અને પૂર્વ બિહારના જિલ્લાઓમાં સક્રિય હતા. જેને લાલ કોરીડોરનો એક ભાગ માનવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં અહીં ફેલાયેલા નકસલવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જે હવે શુન્ય પર પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *