કાલે પ્રથમવાર ભારત-જાપાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકરાશે

ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગ રૂૂપે, બંને દેશોની ક્રિકેટ ટીમો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. આ પહેલીવાર…

ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગ રૂૂપે, બંને દેશોની ક્રિકેટ ટીમો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. આ પહેલીવાર હશે જ્યારે ભારતીય અને જાપાની ક્રિકેટ ટીમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકરાશે. આ પહેલ જાપાનના વડા પ્રધાન સના તાકાચી અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શિખર સંમેલન દરમિયાન થયેલા કરારમાંથી ઉદ્ભવી છે.

ભારતીય ટીમ આ મેચને એશિયન ગેમ્સની ટકરાવ પહેલા એક વોર્મ-અપ મેચ તરીકે જોશે. ભારત અને જાપાન વચ્ચેની કાલે તોચીગી પ્રીફેક્ચરના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂૂ થશે. મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર અને ફેનકોડ એપ દ્વારા મોબાઇલ પર જોઈ શકાય છે.
ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વિપ્રજ નિગમ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર.

જાપાન ટીમ: કેન્ડલ ફ્લેમિંગ (કેપ્ટન), એલિસ્ટર ફ્લેમિંગ, કોહેઈ કુબોટા, ડેકલાન સુઝુકી, ત્સુયોશી તાકાડા, માકોટો તાનિયામા, લાચલાન યામામોટો-લેક, બેન્જામિન ઇટો-ડેવિસ, જેક કુસુડા નૈર્ન, ર્યો સાકુરાનો-થોમસ, ઈબ્રાહિમ તાકાહાશી, શોમા સ્લેટર, વાટારુ મિયાઉચી, શિરાઈ પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા હિન્ઝ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *