પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના બે વર્ષ બાદ એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ

  બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં બંને માતા-પિતા બનશે. લગ્નના બે વર્ષ બાદ તેમના ઘરે પારણું બધાશે. બંનેએ…

 

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં બંને માતા-પિતા બનશે. લગ્નના બે વર્ષ બાદ તેમના ઘરે પારણું બધાશે. બંનેએ ઈન્સ્ટાગ્રામ કોલેબમાં પોસ્ટ શેર કરી માતા-પિતા બનવાની ખુશખબરી આપી છે. આ પછી, આ કપલને અભિનંદન અને શુભેચ્છાઓ પણ મળી રહી છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સોમવારે સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરીને તેમના ચાહકોને ખુશ કર્યા. બંનેએ પોસ્ટમાં એક તસવીર અને એક વીડિયો શેર કર્યો છે. તસવીરમાં લખ્યું છે, 1 + 1 = 3. તે જ સમયે, બંને વીડિયોમાં રસ્તા પર ચાલતા જોવા મળે છે. આ સાથે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું ‘,લિટલ યુનિવર્સ ઓન ધ વે’.

https://www.instagram.com/p/DNxJuZv5okE/?utm_source=ig_web_copy_link

થોડા દિવસો પહેલા જ બંનેએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હિન્ટ આપી હતી. કપિલે તેના લગ્નનો એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ તેની પત્ની ગિન્નીને જોતાની સાથે જ દાદી બનવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી, કપિલે રાઘવ અને પરિણીતીને પૂછ્યું કે- શું તેમની સાથે પણ આવું કંઈક થયું છે? આ વાત પર રાઘવે તરત જ જવાબ આપ્યો- ‘દેંગે, આપકો દેંગે… ગુડ ન્યૂઝ જલદી દેંગે.’પરિણીતી તેના પતિની વાત સાંભળીને થોડી શરમાઈ ગઈ હતી. ત્યારથી આ વાતની ચર્ચા ચાલતી હતી, જોકે આ સમાચારની આજે એક્ટ્રસે ખુદ પુષ્ટિ કરી છે.

પરિણીતી અને રાઘવે વર્ષ 2023માં રાજસ્થાનના ઉદયપુરમાં લીલા પેલેસ ખાતે એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણના ઘણા જાણીતા નામો હાજર રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *