14 ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મજયંતી છે એ નિમિત્તે ભારતીય સિનેમાના આ ગ્રેટેસ્ટ શોમેનની 10 ફિલ્મોનો ત્રણ દિવસનો ફિલ્મ મહોત્સવ ભારતભરમાં યોજાવાનો છે. આર. કે. ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન-નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા દ્વારા આ આયોજન થયું છે. 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી દેશનાં 40 શહેરોમાં પીવીઆર-આઇનોક્સ અને સિનેપોલિસના 135 સિનેમામાં રાજ કપૂરની સિલેક્ટેડ ફિલ્મો જોવા મળશે. વધુ ને વધુ લોકો આ ફિલ્મો જોઈ શકે એ માટે ટિકિટનો દર માત્ર 100 રૂૂપિયા રાખવામાં આવશે.
કઈ ફિલ્મો જોવા મળશે?
આગ (1948)
બરસાત (1949)
આવારા (1951)
શ્રી 420 (1955)
જાગતે રહો (1956)
જિસ દેશ મેં ગંગા બહતી હૈ (1960)
સંગમ (1964)
મેરા નામ જોકર (1970)
બોબી (1973)
રામ તેરી ગંગા મૈલી (1985)