નજીકની ઝૂંપડપટ્ટી હટાવવી પણ જરૂરી: તંત્રના આંખ આડા કાન
જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ માં દર શુક્રવારે ગુજરી બજાર ભરાય છે. અહીં એસ.ટી. ડેપોનું કામ ચલાઉ સ્થળાંતર થવાનું હોઈ, તેને સંલગ્ન બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં પશુક્રવારીથ થી ઓળખાતી ગુજરી બજાર ભરાતાં ફરી થી ટ્રાફિક જામની સમસ્યા વધુ ઘેરી બની છે. આ સ્થળેથી મામલતદાર તથા મનપાની ટીમે અનેક વખત આ ગુજરીબજાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બંધ કરાવી હતી, છતાં આજે ધમધોકાર ચાલી હતી.
આ ગુજરી બજારના કારણે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલયના માર્ગે પણ ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા.
પ્રશ્ન એ ઊઠે છે કે ધારાસભ્ય, એસ.ટી. તંત્ર તથા ટ્રાફિક વ્યવસ્થા પણ તંત્ર માટે માથાના દુ:ખાવા સમી આ ગુજરીબજાર અન્યત્ર કેમ નહીં ખસેડાતી હોય ? આ સ્થળ સીધું કલેક્ટરની અંડરમાં હોવાથી કલેક્ટર ની સૂચનાઓ છતાં આવું કેમ થતું હશે ? કોઈ મોટામાથાનું દબાણ છે કે વોટબેંક પોલિટિક્સ ખેલાઈ રહ્યું છે ?
આ શુક્રવારીમાં ઘણાં લોકોને રોજીરોટી મળતી હોય તો તેને અનુરૂૂપ કોઈ એવું સ્થળ નક્કી કરી દેવું જોઈએ, જે ટ્રાફિક કે અન્ય વ્યવસ્થાઓને નડતરરૂૂપ પણ ન હોય અને ગુજરીબજાર પર આધારિત લોકોનો ધંધો-વ્યવસાય પણ ચાલુ રહે.
આ ઉપરાંત પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી બસ સ્ટેશન નું કાર્ય ચાલી રહ્યું છે, અને આગામી દિવસોમાં જ્યારે અહીં બસ ડેપો શરૂૂ થશે, ત્યારે લોકોની સુવિધા માટે ખૂબ જ નડતર રૂૂપ બને તે રીતે મોટા પ્રમાણમાં જ ઝુપડપટ્ટી ખડકાઈ ગઈ છે. તે સરકારી જગ્યામાંથી ગેરકાયદેસર ઝુપડાઓ પણ અહીંથી ખસેડવા અત્યંત જરૂૂરી બન્યા છે.
આ સમસ્યાના નિવારણ માટે શાસકો અને તંત્રો કેમ નબળા પૂરવાર થઈ રહ્યા છે, તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કલેક્ટર તંત્ર, મનપાનું તંત્ર, પોલીસતંત્ર અને પક્ષ-વિપક્ષના નેતાઓ સાથે મળીને આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવે તે અત્યંત જરૂૂરી છે. તેમ લોકોમા માંગ ઉઠી છે.