માળિયાના ખાખરેચીમાં પેપર મિલની વિકરાળ આગ અંતે કાબૂમાં આવી

  અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ કલાકો બાદ પણ બેકાબુ બની હતી . જેને પગલે ફાયર વિભાગની 5 ટિમો આગ…

 

અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ કલાકો બાદ પણ બેકાબુ બની હતી . જેને પગલે ફાયર વિભાગની 5 ટિમો આગ ઉપર પાણીનો મારો ચલાવી ને આગ ને કાબુ માં લેવા ભારે જહેમત ઉઠાવી હતી આગના ધુમાડા કિમિ સુધી દેખાય રહ્યા હતા.

માળીયા – હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે ખાખરેચીની સીમમાં આવેલ લેમિટ પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં ગત સાંજ ના સમયે આગ લાગવાની ઘટના બની હતી. મોરબી ફાયરની ને જાણ કરતા જ ફાયર ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગયી હતી અને પાણી નો મારો ચલાવ્યો હતો ફાયર ની 2 ટિમ ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની એક-એક ફાયર ટિમ એ પાણીનો મારો ચલાવી ને ભારે જહેમત બાદ મોડી રાત્રી ના સમય એ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ મામલે માળિયા મિયાણાના તાલુકા મામલતદાર પરમારે જણાવ્યું કે મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટની ફાયર ટિમો ઘટના સ્થળે છે. સુરેન્દ્રનગરથી પણ ફાયરની ટિમ બોલાવવામાં આવી હતી.

આ ગોડાઉનમાં ફાયર સેફટીની સવલત હતી કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. વધુમાં ગોડાઉનના માલિક રાજુભાઈના જણાવ્યા અનુસાર આ ગોડાઉનમાં અંદાજે 12 હજાર ટન જેટલો પેપરનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. આ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર ક2ી દેવામાં આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડના જવાનો આ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.