રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે રહેતા અમિત પાન વાળા પટેલ વૃદ્ધનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે કુવાડવા પોલીસે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ,રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કુવાડવા તાબેના ગવરીદળ ગામે રહેતાં વેપારી કેશવજીભાઇ આંબાભાઇ ગજેરા (ઉ.વ.63) પોતાની અમિત પાન નામની દુકાને બેઠા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કેશવજીભાઇ ચાર બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. વી. જે. ગોહેલે જરૂૂરી કાર્યવાહી કરી હતી.

