Site icon Gujarat Mirror

બોટાદના રાણપુર નજીક કાર ગટર સાથે અથડાતા પિતાનું મોત, પુત્ર-પૌત્રી ઈજાગ્રસ્ત

અમદાવાદ પિતાની સારવાર કરાવી રાણપુર ગામે પરત ફરી રહેલાં પરિવારને કનારા નજીક અકસ્માત નડતાં પિતાનું મોત નિપજ્યું હતું. જયારે, પુત્ર-પૌત્રી બન્નેને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર ગામે આવેલી મારૂૂતિ સોસાયટીમાં રહેતા રૂૂષભભાઈ બાબુભાઈ જોધાણી તેમની પુત્રી વિરા તથા પિતા બાબુભાઈની સારવાર અર્થે તેમને સાથે લઈ પોતાની માલિકીની કાર નંબર જીજે.01.એચઝેડ.2649 લઈ અમદાવાદ ગયા હતા જયાં સારવાર પૂર્ણ થયા બાદ પરત પોતાના ગામ રાણપુર આવવા નીકળ્યા હતા.

તે દરમિયાન રાણપુરના કનારા ગામ નજીક રોજડું આડુ ઉતરતા કારચાલક રૂૂષભભાઈએ પોતાની કાર પર કાબુ ગુમાવી દીધો હતો. અને કાર સાઈડમાં આવેલી ગટર સાથે ધડાકાભેંર અથડાઈ હતી. જેથી પિતા-પુત્ર અને પૌત્રી ત્રણેયને ગંભીર ઈજા પહોંચતાં સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

જયાં વૃદ્ધ બાબુભાઈનું સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાણપુર પોલીસે કારચાલક પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version