દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મુસાફરો મળતા નથી

કલ્પના કરો કે, જે ટ્રેનમાં એકસાથે 2600 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે, તેમાં સમગ્ર મુસાફરી દરમિયાન ક્યારેક માત્ર 40 તો ક્યારેક 60 લોકો જ મુસાફરી…

કલ્પના કરો કે, જે ટ્રેનમાં એકસાથે 2600 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે, તેમાં સમગ્ર મુસાફરી દરમિયાન ક્યારેક માત્ર 40 તો ક્યારેક 60 લોકો જ મુસાફરી કરતા હોય. દેશની એકમાત્ર હાઇડ્રોજન-સંચાલિત ટ્રેનની વર્તમાન વાસ્તવિકતા આ જ છે. હરિયાણામાં જીંદ અને સોનીપત વચ્ચે દોડતી આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા એટલી ઓછી રહી છે કે રેલવે તેના રૂૂટને લંબાવવા માટે મજબૂર બન્યું છે. મુસાફરોની સંખ્યા વધારવા માટે ભારતીય રેલવે હવે આ સેવાને દિલ્હી સુધી લંબાવવાની તૈયારી કરી રહ્યું છે, જોકે તેમાં કેટલાક તકનીકી અને સંચાલકીય પડકારો પણ છે.

આ હાઇડ્રોજન ટ્રેન હાલમાં 89 કિલોમીટર લાંબા જીંદ-સોનીપત સેક્શન પર ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેન જીંદથી સોનીપતની સમગ્ર મુસાફરી દરમિયાન સામાન્ય રીતે માત્ર 40 થી 60 લોકોને જ લઈ જાય છે. મુસાફરોની ઓછી સંખ્યાને કારણેઆ ટ્રેન હાલમાં દરરોજ માત્ર એક જ રાઉન્ડ ટ્રિપ લગાવી રહી છે. શરૂૂઆતી યોજના મુજબ જીંદ અને સોનીપત વચ્ચે રોજ બે રાઉન્ડ ટ્રિપ લગાવવાની હતી.

ભારતની પ્રથમ હાઇડ્રોજન-સંચાલિત ટ્રેન 17 જુલાઈએ શરૂૂ કરવામાં આવી હતી. આ ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી છે. આને રેલવેની સ્વચ્છ અને ટકાઉ પરિવહન ટેક્નોલોજી તરફના એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે માનવામાં આવે છે.

 

વિશ્ર્વસ્તરીય રેલવે સેવાના દાવા પરંતુ સ્ટેશનોમાં પાયાની સુવિધાઓનો અભાવ
છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર સતત એવો દાવો કરી રહી છે કે તે વિશ્વ-સ્તરની સુવિધાઓથી સજ્જ રેલવે સેવાઓ પૂરી પાડી રહી છે. જોકે, વાસ્તવિકતા એ છે કે મુસાફરી કરવા માટે રેલવે સ્ટેશનો પર પહોંચતા મુસાફરોને સ્વચ્છ પીવાનું પાણી મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે સંસદની ’પબ્લિક એકાઉન્ટ્સ કમિટી’ (જાહેર હિસાબ સમિતિ) એ કેટલાક સ્ટેશનોના ઓડિટ દરમિયાન પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, પંખા અને પ્લેટફોર્મ પર છત જેવી પાયાની સુવિધાઓમાં વ્યાપક ખામીઓ શોધી કાઢી છે અને રેલવે મંત્રાલયના અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. ગયા મહિને સંસદમાં રજૂ કરાયેલા અહેવાલમાં ’કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ’ (CAG) એ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. અહેવાલ મુજબ, કેટલાક સ્ટેશનો પર પીવાના પાણીના નમૂનાઓમાં ’ઈ. કોલી’ (E. coli) બેક્ટેરિયા મળી આવ્યા હતા, જ્યારે 89 ટકાથી વધુ સ્ટેશનો પર બેઠક વ્યવસ્થા, શૌચાલય, પંખા અને સંકેત-ચિહ્નો (signage) જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર ખામીઓ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *