લોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતી

ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962 માં…

ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962 માં ઘરબેઠાં ગંગા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીને ફિલ્મી કારકિર્દી શરૂૂ કરનારા શ્યામ બેનેગલ ઉર્ફે શ્યામબાબુએ 1974માં પોતાની પહેલી ફીચર ફિલ્મ અંકુર બનાવેલી ને 2023માં બાગ્લાદેશની આઝાદીના પ્રણેતા શેખ મુજીબુર રહેમાનના જીવન પરથી છેલ્લી ફિલ્મ મુજીબ બનાવી હતી. શ્યામબાબુની કારકિર્દી એ રીતે 50 વર્ષની હતી ને આ 50 વર્ષમાં તેમણે 24 ફીચર ફિલ્મ બનાવી તેમાંથી એક પણ ફિલ્મ બ્લોક બસ્ટર કે સુપરહીટ નહોતી છતાં શ્યામ બેનેગલને દિગ્ગજ ડિરેક્ટર ગણાય છે કેમ કે તેમણે ભારતીય સિનેમામાં એક નવા પ્રવાહની શરૂૂઆત કરી. બેનેગલે ફોર્મ્યુલા ફિલ્મોથી અલગ એવી ફિલ્મો બનાવી કે જેમાં સ્ટોરી કેન્દ્રસ્થાને હોય. શ્યામબાબુએ એવી ફિલ્મો બનાવી કે જે કોઈને પણ વિચારતા કરી દે.

સામાજિક વિષયો અને સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને શ્યામબાબુએ બનાવેલી ફિલ્મો આજે પણ જોવી ગમે એવી છે. ’અંકુર’, ’મંડી, સરદારી બેગમ’, ’ઝુબૈદા’ જેવી અવિસ્મરણીય ફિલ્મો બનાવનારા શ્યામબાબુનું ગુજરાત સાથે તો ગાઢ નાતો હતો. શ્યામબાબુએ ફિલ્મ સર્જનની શરૂૂઆત ગુજરાતીમાં ઘરબેઠાં ગંગા નામે ડોક્યુમેન્ટરી બનાવીને કરેલી. લગભગ દોઢ દાયકા પછી 1976માં તેમણે ગુજરાતમાં સહકારી મંડળીની શ્વેતક્રાંતિ પર ગિરીશ કર્નાડ અને સ્મિતા પાટિલને લઇને ’મંથન’ ફિલ્મ બનાવીને ગુજરાતની મહાન સિધ્ધીને આખી દુનિયા સામે મૂકી દીધેલી. શ્યામબાબુની મંથન ફિલ્મ એ રીતે પણ ખાસ છે કે, ’મંથન’ ફિલ્મ ભારતની પહેલી ’ક્રાઉડફન્ડેડ’ ફિલ્મ હતી. ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયનની જોડી ગુજરાતમાં દૂધ સહકારી મંડળીઓ (અમૂલ)ની શ્વેતક્રાંતિ લાવી હતી. આ શ્વેત ક્રાંતિ પરની ફિલ્મ બનાવવા માટે 5 લાખ ખેડૂતોએ 2-2 રૂૂપિયા આપ્યા હતા.

શ્યામ બેનેગલે આ રીતે 10 લાખ રૂૂપિયા એકઠા કરીને એક નવો રસ્તો બતાવ્યો હતો પણ બહુ ઓછા સર્જકો આ રસ્તે આગળ વધી શક્યા કેમ કે તેમની પાસે શ્યામબાબુ જેવા જોરદાર વિષયો નહોતા. શ્યામ બેનેગલે પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર વિજય તેંડુલકર સાથે 5 તડુલકર કે મળીને લખાયેલી મંથન ફિલ્મ ભારતીય સિનેમામાં માઈલસ્ટોન છે. આ ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો હતો અને તેને 1976ના વર્ષ માટે ભારત તરફથી ઓસ્કરની સત્તાવાર એન્ટ્રી તરીકે પણ મોકલવામાં આવી હતી. શ્યામ બેનેગલ આપણી વચ્ચેથી ભલે વિદાય થયા પણ એ પહેલાં એટલું સર્જન કરતા ગયા છે કે, સિનેમા રહેશે ત્યાં સુધી શ્યામ બેનેગલ સ્મૃતિમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *