મંગળવારે મોડી રાત્રે ભારત સરકારની લશ્કરી કાર્યવાહીમાં મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ભારતના હવાઈ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરનો ભાઈ ઘાયલ થયો હતો પરંતુ મીડીયા અહેવાલો મુજબ આર્મી હોસ્પિટલમાં તેનું મોત થયું છે.
રૌફ કંદહાર હાઇજેકિંગનો માસ્ટરમાઈન્ડ છે. તેમનું નામ ઘણા આતંકવાદી હુમલાઓમાં સામે આવ્યું છે.
આ પહેલા મંગળવારે મોડી રાત્રે ભારત સરકારની લશ્કરી કાર્યવાહીમાં મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ભારતના હવાઈ હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા જ્યારે તેના ચાર સાથીઓ પણ માર્યા ગયા હતા. આ ઘાયલોમાં રૌફ પણ સામેલ છે.
