ટેક માર્કેટમાં ભડકો: સ્માર્ટફોનના ભાવમાં 10થી 20 ટકાનો તોળાતો ઉછાળો

મેમરી તથા પ્રોસેસરના ભાવ વધતા મોબાઈલ કંપનીઓ ભાવ વધારે તેવી અટકળો: બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટમાં થશે અસર વૈશ્વિક સ્થિતિમાં હતા બદલાવ બાદ હાલ દરેક ક્ષેત્રમાં…

મેમરી તથા પ્રોસેસરના ભાવ વધતા મોબાઈલ કંપનીઓ ભાવ વધારે તેવી અટકળો: બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટમાં થશે અસર

વૈશ્વિક સ્થિતિમાં હતા બદલાવ બાદ હાલ દરેક ક્ષેત્રમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યું છે પરંતુ મેમરી અને પ્રોસેસરના ભાવમાં વધારો થતા સ્માર્ટફોન ખરીદવો હવે મુશ્કેલ બનશે કારણ કે ભાવ વધારાની શક્યતા સેવાઈ રહી છે અને ટેક માર્કેટમાં ભડકો થાય તો પણ નવાઈ નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્માર્ટફોનની કિંમતોમાં 10 થી 20 ટકાનો ભાવ વધારો આવી શકે છે.

ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એક મોટા ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે. તમારા ખિસ્સામાં રહેલું ગેજેટ ટૂંક સમયમાં મોંઘું સાબિત થઈ શકે છે. બજારના નિષ્ણાતોએ જે સંકેતો આપ્યા છે તે સામાન્ય ગ્રાહકોની ઊંઘ ઉડાવી દે તેવા છે. કિંમતોમાં અચાનક આવનારા આ ઉછાળા પાછળ વૈશ્વિક કારણો જવાબદાર હોવાનું મનાય છે. આ ફેરફાર ક્યારે આવશે અને કેટલી અસર કરશે તે જાણવું દરેક માટે અનિવાર્ય છે.

ભારતીય બજારમાં સ્માર્ટફોનની કિંમતોમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. ટેકનિકલ રિપોર્ટ્સ મુજબ વર્ષ 2026 ના બીજા ભાગમાં મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે. ચીપ્સ અને અન્ય ભાગોના ભાવ વધતા કંપનીઓ આ બોજ ગ્રાહકો પર નાખવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટમાં આની વ્યાપક અસર જોવા મળશે.

મોબાઈલના મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. મેમરી ચિપ્સ અને ડિસ્પ્લે પેનલ્સના ભાવમાં 10% થી 15% સુધીનો વધારો નોંધાયો છે. સપ્લાય ચેઈનમાં આવતા અવરોધોને કારણે કાચા માલની અછત સર્જાઈ છે. આ સ્થિતિમાં સ્માર્ટફોન બ્રાન્ડ્સ પાસે કિંમતો વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. પ્રીમિયમ ફોન્સમાં પણ નોંધપાત્ર ભાવ વધારો જોવા મળી શકે છે.

સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે નવો હેન્ડસેટ ખરીદવો હવે મોંઘો પડશે. દિવાળી અને અન્ય તહેવારોની સીઝન પહેલા આ વધારો અમલી બની શકે છે. માર્કેટ એનાલિસ્ટ્સ મુજબ જૂના મોડલ્સના ભાવમાં કદાચ રાહત મળે પરંતુ નવા લોન્ચિંગ મોંઘા ભાવે જ થશે. કંપનીઓ માર્જિન જાળવી રાખવા માટે વ્યૂહાત્મક રીતે ભાવમાં સુધારો કરી રહી છે.વૈશ્વિક સ્તરે ડોલરના મૂલ્યમાં થતા ફેરફાર પણ આ માટે જવાબદાર છે. ઈમ્પોર્ટ ડ્યુટી અને લોજિસ્ટિક્સ ખર્ચ વધતા ફાઈનલ પ્રોડક્ટની કિંમત વધી રહી છે. મોટાભાગની કંપનીઓ હવે ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ફાઇનાન્સ સ્કીમ પર ભાર આપી રહી છે. આવનારા દિવસોમાં ટેક માર્કેટમાં સ્પર્ધા વધવાની સાથે કિંમતોમાં સ્થિરતા આવવાની શક્યતા હાલમાં ઓછી દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *