LRSની ટીસીએસ કપાત મર્યાદા 3 લાખ વધારાઈ
નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાંમત્રીએ અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ચાર વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. હાલ અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષની છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર થતી આવક પર TDS ની લિમિટ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.
બે self-occupied સંપત્તિના વાર્ષિક મૂલ્યને શૂન્યના રૂૂપે પણ દાવો કરી શકશે. ભાડા પર TDSની વાર્ષિક સીમા 2.40 લાખ રૂૂપિયાથી વધારીને છ લાખ રૂૂપિયા કરવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય RBIની LRS (લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ TDS કપાતની મર્યાદા 7 લાખ રૂૂપિયાથી વધારીને 10 લાખ રૂૂપિયા કરવામાં આવશે.