ગુજરાત

રાજકોટથી રાણાવાવ જતું બાયોડીઝલ ભરેલ ટેન્કર ઉપલેટા પાસે ઝડપાયું: એકની ધરપકડ

Published

on

રાજકોટ શહેર જિલ્લામાં બાયોડિઝલના કાળો કારોબાર છાતાખુણે ધમધમી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપલેટા પાસે વોચ ગોઠવી રાજકોટની રાણાવાવ જતા 8 લાખના બાયોડિઝલના જથ્થા સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી 18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલના કાળા કારોબારનો સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રૂરલ એલસીબી અને એસ.ઓ.જીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપલેટા, પોરબંદર હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નિકળેલ ટેન્કર અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 8 લાખની કિંમતનું 10 હજાર લીટર બાયોડિઝલ મળી આવ્યું હતું.

આ અંગે પોલીસે રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતા ેટન્કર ચાલક કિશોર વિઠ્ઠલભાઈ લગધીરકા (ઉ.વ.43) બારોટ શખ્સની ધરપકડ કરી બાયોડિઝલ, ટેન્કર એન મોબાઈલ પોન મળી 18.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની પુછપરછમાં બાયોડિઝલનો જથ્થો રાજકોટના માધાપર ચોકડી નજીકથી લાલા આહીર નામના શખ્સે ભરી આપ્યો હતો અને રાણાવાવ મોકલાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી ટેન્કર ચાલકની ધરપકડ કરી રાજકોટના સુત્રધારને ઝડપી લેવાના કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, એસઓજી પીએસઆઈ બી.સી. મિયાત્રા, શક્તિસિંહ જાડેજા, મહેશભાઈ શરીખડા, કૌશીકભાઈ જોષી, જયવીરસિંહ રાણા, ભગીરથસિંહ, હિતેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version