ગુજરાત

દર્દીને તરછોડનાર સિવિલના સસ્પેન્ડેડ તબીબને 4 અઠવાડિયા સુધી વૃદ્ધાશ્રમમાં સેવાની સજા

Published

on

સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને હવે ફરજ દરમિયાન નિયમોનું પાલન કરવું ફરજિયાત

સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરનાર તબીબી અધિક્ષક અને ડીનને તપાસ સમિતિની ભલામણ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોય તે સારવાર અર્થે આવ્યા હોય આ નિરાધાર 70 વર્ષિય વૃધ્ધાની સારવાર કરવાને બદલે તેમને રઝળતા મુકી દેનાર સિવિલ હોસ્પિટલનાં જવાબદાર તબીબ ડો.જૈનમ મહેતા અને ડો.હેત સામે કમીટીએ રિપોર્ટ તૈયાર કરતાં આ બન્ને તબીબોને તબીબી અધિક્ષક દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઉપરાંત સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ માટે હવે ફરજ દરમિયાન નિયમોનું પાલન ફરજીયાત કરવા ભલામણ કરી છે.


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સારવાર અર્થે આવ્યા હોય આ નિરાધાર 70 વર્ષિય વૃધ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે નિરાધાર દર્દીની સારવાર કરવાના બદલે માનવતા નેવે મુકીને વર્ષાબેન ભાસ્કરને પીએમ રૂૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા અને વૃદ્ધાને રેઢા રઝળતા મુકી દીધા હતા. હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પીએમ રૂૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. આ બાબતે વૃધ્ધાની સારવાર કરવાના બદલે તેમને તરછોડી દેનાર અમાનવીય વ્યવહાર કરનાર ડો.જૈનમ મહેતા અને ડો.હેતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય આવા બનાવ બાદ નામ જાહેર નહિ કરી મામલો દબાવવાનો પ્રયાસ કરનાર તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માકડીયા અને ડીન ડો.ભારતીબેન દ્વારા સસ્પેન્ડ કરાયેલા તબીબના નામ જાહેર કરવાના બદલે તેમના બચાવ પક્ષમાં હોય આ સમાચારો મીડિયામાં આવ્યા બાદ આ બાબતે આરોગ્ય મંત્રી સુધી પહોચ્યા બાદ હવે ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં આવા બનાવ ન બંને તે માટે તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયા અને ડીન ડો.ભારતીબેનને તપાસ સમિતિએ કટલાક મુદ્દાઓ ઉપર મહત્વની ભલામણ કરી છે.


તપાસ સમિતિએ કરેલી ભલામણમાં જવાબદાર તબીબ ડો. જૈનમ મહેતાને સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમજ એક મહિનાનું સ્ટાઈપન્ડ અને ડો. હેતને 7 દિવસનુ સ્ટાઇપન્ડ રોગી કલ્યાણ સમિતિ માં જમા કરાવવા કરાવવાની ભલામણ કરવામા આવેલ છે. ડો. જૈનમને દર અઠવાડિયે મળતા વિકલી ઓફ માંથી આવતા 4 અઠવાડિયાનાં વિક ઓફ દરમ્યાન સદભાવના વૃધ્ધાશ્રમનાં રહેવાસીઓને સારસંભાળ તેમજ મેડિકલ તપાસ કરવા માટે મોકલવામાં આવશે અને આ બાબતનું પ્રમાણપત્ર સદભાવના વૃધ્ધાશ્રમ પાસેથી મેળવીને ડીન ડો.ભારતીબેનને તેમજ તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાની ઓફિસમાં જમા કરાવવુ પડશે. તપાસ સમિતી દ્વારા તપાસ કરીને અભિપ્રાય તબીબી અધિક્ષક ને સોંપેલ હોય હવે તે અન્વયે તબીબી અધિક્ષક અને ડીન દ્વારા આ પગલા ભરવામાં આવશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

ઉપરાંત આ બનાવ બાદ હવે ઈમરજન્સી વોર્ડમાં દરેક વિભાગના રેસીડન્ટ ડોક્ટર જો તેમના ફરજ ઉપર હાજર નહી હોય તો નોન એમએલસીની ફરજ ઉપરના તબીબોએ ગેરહાજર તબીબી અંગે વિભાગના વડાને જાણ કરવી પડશે,તેમજ હવેથી સિવિલ હોસ્પિટલમાં તમામ વોર્ડ માં કામ કરતા દરેક અધિકારી/કર્મચારીએ ફરજ દરમિયાન ફરજિયાત પણે તેમનું આઇ ડી કાર્ડ પહેરવું પડશે,જો કોઇ કર્મચારી આઇ ડી કાર્ડ વિના ફરજ ઉપર હશે તો દિવસ કે રાત્રી ફરજના સુપરવાઈઝર દ્વારા ફરજ પરનાં સિક્યુરિટી સ્ટાફને યોગ્ય કાર્યવાહી માટે જાણ કરવી પડશે,

હવે બિનવારસી દર્દીઓની સારવાર માટે અલગ સ્ટાફ ફાળવાશે

સિવિલ હોસ્પિટલમાં બિનવારસી અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય તેમની સાથે ભવિષ્યમાં અમાનવીય વ્યવહાર ન થાય તે માટે તપાસ સમિતિ દ્વારા મહત્વની ભલામણ કરવામાં આવી છે જેમાં હાલના મહેકમ માંથી 10 વર્ગ-4ના કર્મચારીઓને માત્ર અજાણ્યા અને બિનવારસી દર્દીઓની સંપુર્ણ દેખરેખ અને સારસંભાળ માટે આરએમઓનાં તાબા હેથળ ફાળવવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવો બનતા નિવારી શકાય અને આ કર્મચારીઓને ઉપરોક્ત જવાબદારી આપતા પેહલા 10-દિવસ માટે યોગ્ય તાલીમ આપવામાં આવે તેવી પણ તપાસ સમિતિએ ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version