રાષ્ટ્રીય

અરવિંદ કેજરીવાલને સુપ્રીમના જામીન, સાડા પાંચ મહિને જેલ બહાર નીકળશે

Published

on

CM ઓફિસમાં જવા કે ફાઈલ પર સહી કરવાની મનાઈ

સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેંચે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂને ઈઇઈંએ ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે અગાઉની સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.


જામીન માટેની શરતોમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં., કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં., કેસ સંબંધિત બાબતો પર જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી નહીં કરે, તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે., જરૂૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે વગેરે રખાઈ છે.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. કારણ કે આરોપનામું દાખલ થઈ ગયું છે અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી, એટલે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું ઔચિત્ય નથી. અરવિંદ કેજરીવાલે 10 લાખનો બેલ બોન્ડ ભરવો પડશે. સીબીઆઈ દ્વારા અગાઉ ઈડીના કેસમાં કેજરીવાલને સુપ્રીમે જામીન આવ્યા હતાં પરંતુ જેલ મુકત થતા પહેલા સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઈ હતી.


કેજરીવાલની 21 માર્ચે ઊઉ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્હયા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version