સની દેઓલની આગામી એક્શન ફિલ્મ જાટની રિલીઝ ડેટ હવે જાહેર થઈ ગઈ છે. ગોપીચંદન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણદીપ હુડા, સૈયામી ખેર અને રેજીના કાસેન્દ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મ જાટ 10 એપ્રિલના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ પોસ્ટરમાં સની દેઓલનો શક્તિશાળી લુક જોવા મળે છે, જે ફિલ્મમાં એક જબરદસ્ત એક્શન સિક્વન્સનો સંકેત આપે છે. ફિલ્મનું સંગીત થમન એસ દ્વારા રચિત છે, અને સિનેમેટોગ્રાફી ઋષિ પંજાબી દ્વારા કરવામાં આવી છે.