સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’એ ધુરંધરનો રેકોર્ડ તોડ્યો, પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી

  સની દેઓલની ફિલ્મ “બોર્ડર 2” થિયેટરોમાં રિલીઝ થઈ હતી. અને પહેલા દિવસે આ ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. બોર્ડર-2 ફિલ્મે તો પહેલા જ દિવસે…

 

સની દેઓલની ફિલ્મ “બોર્ડર 2” થિયેટરોમાં રિલીઝ થઈ હતી. અને પહેલા દિવસે આ ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. બોર્ડર-2 ફિલ્મે તો પહેલા જ દિવસે બધા જ શો કરીને લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ધુરંધરની પહેલા દિવસની કમાણી કરતા પણ વધારે છે.

ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના અહેવાલ મુજબ, “બોર્ડર 2” એ ₹ 30 કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે, શરૂઆતના દિવસના અંતિમ આંકડા હજુ રાહ જોવાઈ રહ્યા છે. આ 2025 ની સૌથી મોટી ફિલ્મ “ધુરંધર” ના ઓપનિંગ કલેક્શનને વટાવી ગયું છે, જેણે તેના પહેલા દિવસે ₹28 કરોડની કમાણી કરી હતી.વર્લ્ડવાઈડ રિલીઝ પછી બોર્ડર-2નું એ દિવસે સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના સ્ટારકાસ્ટ સાથે ઘણા સેલિબ્રિટિ અને નિર્માતા, નિર્દેશક પહોંચ્યા હતા.

આ ફિલ્મ માત્ર દિવસના શોમાં જ નહીં પરંતુ રાત્રિના શોમાં પણ ધૂમ મચાવી રહી છે, લગભગ બધા જ થિયેટરો હાઉસફુલ દેખાઈ રહ્યા છે. જેપી દત્તાની ૧૯૯૭ની ફિલ્મ “બોર્ડર” ની આ સિક્વલ બોક્સ ઓફિસ પર મજબૂત ઓપનિંગ કરી છે. એ જોવું રસપ્રદ રહેશે કે ફિલ્મ તેના પહેલા સપ્તાહના અંતે ૧૦૦ કરોડનો આંકડો પાર કરી શકશે કે નહીં.

ફિલ્મ બોર્ડર-2માં સની દેઓલ ઉપરાંત, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ પણ છે. પહેલા ભાગની જેમ, ફિલ્મની વાર્તા ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. જોકે, આ ફિલ્મમાં ઓપરેશન ચંગીઝ ખાનનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *