અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈ

  આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં…

 

આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં એક જ દિવસમાં ઐતિહાસિક 21,500 રુપિયાનો કડાકો બોલાઈ હતો. આ આંકડા વાયદા બજાર (MCX) આધારિત છે.

સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં 254174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી. ત્યારબાદ ટ્રેડિંગ સેશન દરમિયાન એમસીએક્સ પર ચાંદીમાં એકઝાટકે 21,500 રૂપિયાનો કડાકો બતાવ્યો હતો. આ કડાકો પ્રોફીટ બુકિંગને કારણે આવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ચાંદી 2,32,663 રૂપિયા પર ટ્રેડ થઇ રહી છે.

નિષ્ણાતોના મતે, આ ઘટાડો અચાનક નથી, પરંતુ તીવ્ર વધારાને કારણે સામાન્ય પ્રતિક્રિયા છે. ઘણા વેપારીઓએ નફો મેળવવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં ઘટાડાનો દોર વધુ ઝડપી બન્યો.

આંતરરાષ્ટ્રીય બજારમાં શરૂઆતમાં ચાંદી પર દબાણ આવ્યું. વૈશ્વિક ચાંદીના ભાવ શરૂઆતમાં $80 પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી $75 પર આવી ગયા, જેની સ્થાનિક ભાવ પર અસર પડી. આ ફેરફાર યુક્રેન-રશિયા તણાવમાં થોડી રાહતના સમાચાર સાથે પણ હતો, જેના કારણે સલામત આશ્રયસ્થાનોની માંગમાં ઘટાડો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *