પ્રપૌત્રનો સોશિયલ મીડિયામાં દાવો, વડાપ્રધાન મોદીને દરમિયાનગીરી કરવા અપીલ
નેતાજી સુભાષચંદ્ર બોઝ એક ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારી નેતા હતા, તેમણે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કર્યું હતું, તેમણે ’તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. તેઓ હંમેશા માથા પર ટોપી પહેરેલી રાખતા. નેતાજીની આ ટોપી તેમની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. વર્ષ 2019માં વડાપ્રધાને નેતાજીના પરિવાર પાસેથી આ ટોપી સ્વીકારી હતી અને (પહેલાનું ટ્વીટર) પર બોઝ પરિવારનો આભાર માન્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, આ ટોપી લાલ કિલ્લા પરિસરમાં આવેલા ક્રાંતિ મંદિરની પ્રદર્શન ગેલેરીમાં રાખવામાં આવી છે, પરંતુ હાલ આ ટોપી મ્યુઝિયમમાં ન હોવાથી અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રએ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કર્યો છે. ચંદ્રકુમાર બોઝે ડ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, જે ટોપી તેમણે વડાપ્રધાનને સોંપી હતી અને જે લાલ કિલ્લાના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, તે હવે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે વડાપ્રધાન મોદીને પણ આ મામલે ધ્યાન આપવા અપીલ કરી છે.
ચંદ્રકુમારે ડ પર લખ્યું છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, તમને યાદ હશે કે હું, મારા પરિવારના સભ્યો, અમારા મિત્ર સુપર્ણો સત્પથિ અને ’ધ ઓપન પ્લેટફોર્મ ફોર નેતાજી’ના ઘણા સભ્યોએ મળીને નેતાજી બોઝની ટોપી તમને સોંપી હતી. તમે 23 જાન્યુઆરી 2019ના રોજ સુભાષચંદ્ર બોઝની જયંતિના અવસરે દિલ્હી સ્થિત લાલ કિલ્લાના નેતાજી મ્યુઝિયમમાં આ ટોપી સ્વીકારી હતી.”
હાલમાં ઘઙગના સભ્ય એડવોકેટ નવિન બામેલે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ખબર પડી કે નેતાજીની ટોપી હવે ત્યાં નથી. અજઈંને પણ ખબર નથી કે ટોપી ક્યાં ગઈ. નેતાજી આપણા મહાન નેતાઓમાંના એક છે અને આવી સ્થિતિ ખૂબ જ શરમજનક છે. કૃપા કરીને આ મામલે ધ્યાન આપો.એડવોકેટ નવિન બામેલે મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે ટોપી ત્યાંથી ગાબય હતી. 2019માં વડાપ્રધાને આ ટોપીને લાલ કિલ્લા પરિસરમાં આવેલા ક્રાંતિ મંદિરની પ્રદર્શન ગેલેરીમાં રાખી હતી. 2019માં ક્રાંતિ મંદિરની પ્રદર્શન ગેલેરીમાં રાખવામાં આવી હતી. 2019માં જ્યારે વડાપ્રધાન મોદીએ આ ટોપી સ્વીકારી હતી ત્યારે તેમણે ડ પર બોઝ પરિવારનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ટોપી લાલ કિલ્લા પરિસરમાં આવેલા ક્રાંતિ મંદિરની પ્રદર્શન ગેલેરીમાં રાખવામાં આવી છે. વડાપ્રધાને ફોટો શેર કરીને લખ્યું હતું કે, “હું બોઝ પરિવારનો આભારી છું કે તેમણે મને નેતાજી બોઝે પહેરેલી ટોપી ભેટમાં આપી છે. ટોપીને લાલ કિલ્લા પરિસરમાં આવેલા ક્રાંતિ મંદિરની પ્રદર્શન ગેલેરીમાં રાખવામાં આવી છે. મને આશા છે કે વધુમાં વધુ યુવાનો ક્રાંતિ મંદિરની મુલાકાત લેશે અને નેતાજી બોઝના જીવનથી પ્રેરણા લેશે.” જોકે હાલ આ ટોપી મ્યુઝિયમમાં ન હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
