પ્રાઈમ વિડિયોએ અનિલ કપૂર અભિનિત ફિલ્મ સુબેદારની વર્લ્ડવાઇડ પ્રીમિયર તારીખ જાહેર કરી છે. આ એક્શન-ડ્રામા ફિલ્મ 5 માર્ચ 2026 માં પ્રાઈમ વિડિયો પર એક્સક્લૂસિવ રીતે સ્ટ્રીમ થશે. ફિલ્મમાં અનિલ કપૂર લશ્કરના એક નિવૃત અધિકારીની ભૂમિકા ભજવે છે, જે નાગરિક જીવન અને કુટુંબિક સંબંધોની પડકારભરી સ્થિતિનો સામનો કરે છે. ફિલ્મનું નિર્દેશન સુરેશ ત્રિવેણીએ કર્યું છે અને તેમાં રાધિકા, સૌરભ શુક્લા અને અન્ય લોકપ્રિય કલાકારો પણ છે.
નિવૃત સૈનિકના જીવનમાં ક્રાઈમ, ભ્રષ્ટાચાર અને પરિવાર સાથે જોડાયેલા પડકારોની અસરકારક કહાની રજૂ કરતી આ ફિલ્મ એક્શન અને ભાવનાત્મક ડ્રામાથી ભરપૂર છે.
