લદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયા

  આજે સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની…

 

આજે સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તઝાકિસ્તાન સુધી જોવા મળી હતી. સદનસીબે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિ થઇ ન હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપ સવારે 11:51:14 વાગ્યે (IST) નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 171 કિલોમીટર નીચે હતું. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા લદાખની બહાર કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

ભૂકંપ બાદ કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લદ્દાખમાં આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના પડોશી પ્રદેશોમાં પણ તાજેતરના દિવસોમાં ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી છે.

દિલ્હીમાં આ ભૂકંપ અનુભવાયો
આજે સવારે દિલ્હીમાં હળવો ભૂકંપ અનુભવાયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીમાં સ્થિત હતું. NCS અનુસાર, આજે સવારે 8:44 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી ખૂબ નજીક હતું, જેની ઊંડાઈ માત્ર 5 કિલોમીટર હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *