ભાજપના 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા કડક નિયમો લાગુ

યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં મંત્રીઓના કારના કાફલામાં 50 ટકા ઘટાડો, જાહેર કાર્યક્રમો પર લગામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના…

યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં મંત્રીઓના કારના કાફલામાં 50 ટકા ઘટાડો, જાહેર કાર્યક્રમો પર લગામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ગઇકાલે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજ્યના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું પાલન કરવા વિનંતી કરી હતી.

મુખ્યમંત્રી યોગીએ ઇંધણનો વપરાશ ઘટાડવા, બિનજરૂૂરી સોનાની ખરીદી ટાળવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઘરેથી કામ કરવા, વર્ચ્યુઅલ મીટિંગ્સ, મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા, નો વ્હીકલ ડે અને કારપૂલિંગને પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ઉર્જા બચત, ઓછા ઇંધણવાળા ખોરાક, છત પર સૌર ઊર્જા, કુદરતી ખેતી અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પણ સૂચનાઓ જારી કરી હતી.

દરમિયાન, મધ્યપ્રદેશમાં, મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલા ઘટાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આ માહિતી શેર કરી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, પીએમ મોદીના આહ્વાનને પગલે, મધ્યપ્રદેશ રાષ્ટ્રીય હિતમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. આગામી સૂચના સુધી, મારા કાફલામાં સુરક્ષા કારણોસર ઓછામાં ઓછા વાહનો હશે, અને મારા પ્રવાસ દરમિયાન કોઈ વાહન રેલી નહીં થાય. બધા મંત્રીઓ પણ તેમની મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરશે. વધુમાં, નવનિયુક્ત કોર્પોરેશન અને બોર્ડના અધિકારીઓ સાદગી સાથે કાર્યભાર સંભાળશે. રાજ્યના લોકોને જાહેર પરિવહન અપનાવવા પણ વિનંતી કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
તેઓ હવે ટ્રેન, રાજ્ય પરિવહન, બસ અને જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરશે. વધુમાં, ણ-પ્લસ સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા ઓછામાં ઓછી રાખવામાં આવશે. રાજ્યની યુનિવર્સિટીઓ અઠવાડિયામાં એકવાર કમ્બશન એન્જિન ફ્રી ડે ઉજવશે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા વિનંતી કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યા છે.
દિલ્હી સરકારે વિભાગીય કાર્ય માટે ઉપયોગમાં લેવાતા વાહનોની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. બધા કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને તમામ વિભાગોને જરૂૂરી હોય તેટલા ઓછા વાહનોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. તેમને કારપૂલિંગ અને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવા પણ કહેવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બિનજરૂૂરી વાહનોનો ઉપયોગ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ તમામ સ્તરે નકામા ખર્ચને રોકવાની જરૂૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. વધુમાં, રાજ્યના તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઇંધણ બચાવવાની સલાહ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ પોતે તેમના કાફલામાં ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. તેમણે દરેકને પેટ્રોલ અને ડીઝલ બચાવવા અને સરકારી કામમાં સરળતા જાળવવા માટે જરૂૂરિયાત મુજબ જ વાહનોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *