ટ્રમ્પ કુણા પડતા શેરબજારને શૂરાતન ચડ્યું, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300 અંકનો વધારો

ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો, તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી…

ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો, તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ગુલાંટ મારતાં ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવે આ અહેવાલની જ અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.

સેન્સેક્સમાં આજે પ્રચંડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ જે ગઈ કાલે 73,832.55 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો તે આજે એકઝાટકે 1000થી વધુ પોઈન્ટની તેજી પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સે 74,834 ની સપાટી બનાવી હતી જે કુલ 1000થી વધુ પોઇન્ટનો ઉછાળો દર્શાવે છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે નિફ્ટી ગઈકાલે 23,161.60 પોઈન્ટ પર ક્લોઝ થઈ હતી તે વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે 23,455.95 ની હાઈ સપાટીએ પહોંચી ગઇ હતી. જે નિફ્ટીમાં એક જ દિવસમાં કુલ 294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

ઉપરાંત બેન્ક નિફ્ટીમાં પણ 850 અંકનો વધારો જોવા મળ્યો છે. બેંકના તમામ સ્ટોકમાં તેજી જોવા મળતા બેંક નિફ્ટી 56 હજારની સપાટી ક્રોસ કરી હતી. મીડ કેપ નિફ્ટીમાં પણ 1000 અંકનો વધારો જોવા મળતા તમામ સેક્ટરમાં તેજી જોવા મળી હતી.

બીજી બાજુ સોનું જે ગઇકાલે 148932 રુપિયાએ ક્લોઝ થયું હતું તે આજે સીધું 1668 રૂૂપિયાના ઉછાળા સાથે 150600 ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો જે ગઈકાલે 5000 કરતા વધારે રૂૂપિયા તૂટીને 239653 રૂૂપિયાના લેવલે ક્લોઝ થઈ હતી તે આજે 244817 ના હાઈ લેવલે પહોંચી હતી. જે દર્શાવે છે કે આજે ચાંદીમાં 5200 રૂૂપિયાથી વધુનો ઉછાળો નોંધાયો છે.

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ જે ગઇકાલે 95 ડોલરના લેવલે પહોંચી ગયો હતો તે આજે ફરી એકવાર 90 ડોલરથી નીચે આવે જતાં 88.93 ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે જે ઓઈલ સંકટ સામે ઝઝૂમતી દુનિયા માટે મોટી રાહતના સમાચાર છે. જ્યારે બીજી બાજુ ડોલર સામે રૂૂપિયાની વાત કરીએ તો એ પણ મજબૂત થયો છે. ગઇકાલે એક સમયે 96ની સપાટીની નજીક પહોંચેલો રૂૂપિયો આજે ફરી એકવાર 95.34 ના લેવલની આજુબાજુ આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *