સતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલી

છેલ્લા સતત નવ દિવસથી ભારતમાં સ્ટોક માર્કેટ નીચે પડી રહ્યું હતું પરંતુ આજે શેરબજારમાં ચો તરફ ખરીદીનો માહોલ દેખાતા માર્કેટ 650 ઉપર જોવા મળ્યું હતું.…

છેલ્લા સતત નવ દિવસથી ભારતમાં સ્ટોક માર્કેટ નીચે પડી રહ્યું હતું પરંતુ આજે શેરબજારમાં ચો તરફ ખરીદીનો માહોલ દેખાતા માર્કેટ 650 ઉપર જોવા મળ્યું હતું. સવારના સત્રમાં જ શેરબજારમાં સેન્સેક્સ 450 પોઈન્ટ અને નિફ્ટી 130 પોઈન્ટ વધ્યા હતા.

દિવસ દરમિયાન અનેક સેક્ટરમાં ભારે ખરીદીના પગલે શેર બજારમાં ખરીદીનો દોર યથાવત રહ્યો હતો અને સેન્સેક્સ ફરી 77,000 ને પાર કરવામાં સફળ રહ્યો હતો. બપોરે 3 વાગ્યાના સમયે સેન્સેક્સ 650 ઉપર અને નિફ્ટી 160 પોઈન્ટ ઉપર જોવા મળી રહે છે. હાલ સેન્સેક્સ 77545 અને નિફટી 24234 પર જોવા મળી રહી છે.

શેર બજારની તેજીની સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં પણ ચમક જોવા મળે છે. ગઈકાલે રાત્રે અમેરિકામાં લેવાયેલા એક નિર્ણય બાદ સોના ચાંદી માર્કેટમાં ઉછાળો આવ્યો હતો. જેના પગલે આજે પણ ચાંદી સાડા ચાર હજાર રૂૂપિયા વધી હતી. સોનામાં પણ ₹700 નો વધારો નોંધાયો હતો. જો કે ક્રૂડનો ભાવ હજુ પણ 92 ડોલર આસપાસ જોવા મળી રહ્યો છે જ્યારે રૂૂપિયો નબળો પડતા ડોલરનો ભાવ 95.59 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *