સોનામાં 1750 અને ચાંદીમાં 11000 રૂપિયાનો વધારો નોંધાયો
બ્રેન્ટ ક્રૂડ ઘટીને 94 ડોલર પર પહોંચ્યું..છેલા ચાર દિવસમાં ક્રૂડમાં 25 ડોલરનો ઘટાડો
મિડલ ઈસ્ટ ના યુદ્ધને કારણે છેલ્લા ઘણા દિવસથી શેરબજારમાં મોટા કડાકા જોવા મળ્યા હતા પરંતુ આજે બજાર ખુલતા ની સાથે જ માર્કેટમાં તેજી જોવા મળી હતી. આજે માર્કેટ ખુલતા ની સાથે સેન્સેક્સમાં 750 પોઈન્ટ નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે લિફ્ટમાં પણ 250 પોઈન્ટ નો વધારો નોંધાયો હતો.
છેલ્લા કેટલાક દિવસથી શેરબજાર માં મોટી હોટલ પાછળ જોવા મળી હતી. સેન્સેક્સની ટીવી ઉપરાંત બેંકની પણ તૂટ્યા હતા ત્યારે આજે માર્કેટમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ગઈકાલે એમિટી કે બજારમાં પણ પોઝિટિવ સંકેતો મળ્યા હતા અને ડાઉ જોન્સ અને નાસડેક માં સુધારો જોવા મળતા ભારતીય બઝારમાં પણ ચમક જોવા મળી હતી.
જોકે ભારતીય બજારમાં બજાર ખુલતા ની સાથે જ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ ઘટીને હાલ 350 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટી 100 પોઇન્ટ ઉપર જોવા મળી રહે છે.
બીજી બાજુ સોના ચાંદીમાં પણ આજે તેજી જોવા મળી રહી છે ચાંદીમાં 11 હજાર રૂૂપિયા નો વધારો નોંધાયો છે જ્યારે સોનામાં 1750 રૂૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ હાલ 162,074 વાયદા બજારમાં જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટની હાજર માર્કેટમાં 1,66,380 જોવા મળી રહ્યા છે. ચાંદીમાં પણ આજે 11000 રૂૂપિયા નો શરૂૂઆતી વધારો જોવા મળ્યો હતો. વાયદા બજારમાં ચાંદીનો ભાવ 2, 76450 જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટની હાજર બજારમાં સિલ્વર ચોરસાનો ભાવ ₹2,75,370 અને શુદ્ધ ચાંદીનો ભાવ ₹2, 83.670 જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનુ 5162 અને ચાંદી 88.32 ડોલર પર જોવા મળી રહી છે. જોકે ક્રૂડના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે.હાલ બ્રેન્ટ ક્રૂડ 5 % તૂટીને 94 ડોલર જોવા મળી રહ્યો છે. ઉપલા ઉચ્ચતમ લેવલ થી 25 ડોલર્ન નો ઘટાડો જોવા મળ્યો છે.
