ફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો

આઈ ટી ઇન્ડેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો નબળો પડયો, ક્રૂડનો ભાવ ફરી ઊંચકાયો ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો…

આઈ ટી ઇન્ડેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો નબળો પડયો, ક્રૂડનો ભાવ ફરી ઊંચકાયો

ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે બુધવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી હતી અને જોતજોતામાં વેચવાલીનું દબાણ વધતા બંને ઇન્ડેક્સ નીચે સરકી ગયા હતા.

આજે આઈ ટી કંપનીના શેરો ફરી ધડામ કરતા પડતા માર્કેટ ઉપર વધારાનું પેનિક ઊભું કર્યું હતું. ઇન્ફોસિસ, વિપ્રો , ટીસીએસ, એચસીએલ ટેક મહિન્દ્રા સહિતની દિગ્ગજ આઇટી કંપનીમાં મોટો કડાકો બોલી જતા સેન્સેક્સ તેમજ નિફ્ટી આઈ ટી ગગડી ગયા હતા. આજે આઈ ટી ઇન્ડેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. આજે સવારના સત્રમાં જ સેન્સેક્સમાં 900 પોઇન્ટ અને નિફટીમાં 250 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. બેંક નિફ્ટી તેમજ મિડકેપ નિફ્ટી પણ આજે તૂટી છે. જેને કારણે બજારમાં ચોતરફ વેચવાલી છે.

બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સૌથી પહેલું કારણ નબળા વૈશ્વિક સંકેતો છે, જેમાં અમેરિકન બજારમાં જોવા મળેલી નબળાઈ અને એશિયન બજારોમાં સુસ્તીને લીધે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારોએ નફો વસૂલવાનું શરૂૂ કર્યું છે, જેના કારણે બજાર નીચે આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું કારણ પશ્ચિમ એશિયામાં વધી રહેલો ભૂરાજકીય તણાવ છે, જેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર થઈ રહી છે અને તેનાથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. અંતે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબની શક્યતાઓને પગલે વિદેશી રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવીને વેચવાલી કરી રહ્યા છે, જેણે બજારનો મૂડ વધુ બગાડ્યો છે.

બીજી બાજુ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામ સામે હુમલા શરૂૂ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ હુમલાઓ હવે એકથી વધુ દેશને ભરડામાં લઈ રહ્યા છે.

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો ફરી એકવાર ઊંચકાઈ હતી અને 97 ડોલરને ક્રોસ કરી જતાં વિશ્વની ચિંતા વધી ગઈ છે. આ સાથે રૂૂપિયો પણ ડોલર સામે ફરી નબળો થતો દેખાઈ રહ્યો છે. આરબીઆઈના રૂૂપિયાને મજબૂત કરવાના પ્રયાસો નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે. બે જ દિવસમાં રૂૂપિયો 95.03 ની સપાટીથી ફરી એકવાર 95.60ના હાઈ સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *