અમેરીકી પ્રમુખની ચેતવણી ઉપરાંત હવે ડેનમાર્ક ઉપર નજરને કારણે ભારતીય શેર બજારમાં કડાકા બોલી ગયા છે. છેલ્લા 10 દિવસમાં સેન્સેકસમાં 2580 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે.
અમેરીકા દ્વારા વેનેઝુએલા પરના હુમલા બાદ ભારતીય શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. દીગ્ગજ કંપનીના શેરમાં પણ ભારે વેચવાલી જોવા મળતા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ, અદાણી, ઇન્ડીગો, બીપીસીએલ, એચપીસીએલ, એનએસડીએલ જેવી દીગ્ગજ કંપનીના શેર ગગડી ગયા છે. ઉપરાંત બેકીંગ શેરોમાં પણ ભારે ગીરાવટથી બજાર પરનું સંકટ વધ્યું હતું. આઇસીઆઇસીઆઇ આજે 30 રૂા. તુટયો હતો. એચડીએફસી બેંક પણ છેલ્લા એક સપ્તાહમાં 60 રૂા.નીચે આવી છે.
ભારત જો રશીયા પાસેથી ઓઇલ મંગાવવાનું ઓછું નહીં કરે તો હજુ પણ ભારત ઉપર આકરા ટેરીફ લગાડવાની ટ્રમ્પની ધમકીના પગલે શેર બજારમાં કડાકા-ભડાકા બોલી ગયા હતા.
આજે પણ સેન્સેકસમાં 650 પોઇન્ટ અને નીફટીમાં 200 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. છેલ્લા 10 દિવસમાં સેન્સેકસ 2560 પોઇન્ટ, નીફટી 700 પોઇનટ તુટી છે. બેંક નિફટી પણ છેલ્લા 10 દિવસમાં 1200 પોઇન્ટ તુટી છે. મીડકેપ નીફટીમાં આજે પણ 560 પોઇન્ટ ઘટયો છે અને છેલ્લા 10 દિવસમાં 1900 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. આજે સેન્સેકસના 2250 શેર લાલ નિશાનમાં જોવા મળ્યા છે. જયારે 450 શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે.
