આંતરરાષ્ટ્રીય

AL ને તાલીમ આપવા આખા ઓસ્ટે્રલિયાના એડલ્ટ યુઝર્સના ફોટા-પોસ્ટની ચોરી કરી

Published

on

ફેસબુકની કબુલાતથી ખળભળાટ, કડક કાર્યવાહી થશે

ફેસબુક (મેટા) પર અનેકવાર આરોપ લાગી ચૂક્યા છે કે, તેઓ યુઝર્સના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે. હવે ફેસબુકે ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેમણે ઓસ્ટ્રેલિયાના તમામ એડલ્ટ યુઝર્સના ફોટોઝ અને પોસ્ટની ચોરી કરી હતી. આ પાછળનો તેનો હેતુ મેટાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ટૂલને તાલીમ આપવાનો હતો. મેટા 2007થી આ પ્રકારનો ડેટા ભેગો કરતી હતી. ઓસ્ટ્રેલિયન સરકારે ફેસબુકના આ નિર્ણયને પ્રાઈવસીના ભંગ ગણાવ્યો છે. આ કારણસર કંપની પર કડક કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે.


ફેસબુક (મેટા) એ 2007 થી પોતાના એઆઇ મોડલને પ્રશિક્ષિત કરવા માટે ઑપ્ટ આઉટનું ઓપ્શન આપ્યા વિના જ ઓસ્ટ્રેલિયાના એડલ્ટ યુઝર્સના સાર્વજનિક ફોટા, પોસ્ટ અને અન્ય ડેટા એકત્રિત કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. જોકે, યુરોપીયન લોકો કડક પ્રાઈવેસીના કાયદાને કારણે ઑપ્ટ-આઉટ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના લોકોને આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. મેટાની ગ્લોબલ પ્રાઇવેસી ડિરેક્ટર, મેલિંડા ક્લેબોગએ પુષ્ટિ કરી છે કે, સાર્વજનિક પોસ્ટને ત્યાં સુધી એકત્રિત કરવામાં આવે છે, જ્યાં સુધી જે-તે યુઝર તેને પ્રાઈવેટ નથી કરતું.


આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે લેબર સીનેટર ટોની શેલ્ડને પુછ્યું કે, શું મેટા 2007 થી એઆઇ ને તાલીમ આપવા માટે ઓસ્ટ્રેલિયન લોકોની પોસ્ટનો ઉપયોગ કરે છે? જોકે, ક્લેબોગે શરૂૂઆતમાં તેને નકારી દીધું હતુ, ગ્રીન્સ સીનેટર ડેવિડ શુબ્રિઝે તેને ચેલેન્જ કરતા કહ્યું કે, મેટા હકીકતમાં યુઝર્સના સાર્વજનિક ડેટા સ્ક્રેપ કરી રહ્યું હતું, જ્યાં સુધી યુઝર્સ પોતાની પોસ્ટને પ્રાઇવેટ નથી કરતું. ક્લબોગે આખરે પુષ્ટિ કરી કે, આ સત્ય છે.


તેણે કહ્યું કે, જ્યારે મેટા મેટા 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિના ડેટાનો ઉપયોગ નથી કરતું, પરંતુ જો માતા-પિતા કે અન્ય એડલ્ટ યુઝર્સ સાથે તેમના ફોટા સાર્વજનિક હોય તો કંપનીના અઈં ટૂલ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version