બજેટ વિધાનસભામાં પસાર થાય તેની રાહ જોયા વગર અમલવારી ચાલુ કરો : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓને 2026-27ના બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે સરકારી ઠરાવ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓને 2026-27ના બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે સરકારી ઠરાવ (GR) અને ટેન્ડરના ડ્રાફ્ટ તાત્કાલિક તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. કેબિનેટના પ્રવક્તા તરીકે જાણીતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ મહત્વનું વહીવટી સુધારો પ્રસ્તાવિત કર્યો છે. તેમણે મુખ્ય સચિવને સૂચના આપી છે કે વર્તમાન અને નવી બાબતોના અમલીકરણની તૈયારીઓ તાત્કાલિક શરૂૂ કરવામાં આવે અને વિધાનસભામાં બજેટ પસાર થવાની રાહ ન જોવામાં આવે.

મુખ્યમંત્રીએ દરેક વિભાગના સચિવોને સૂચના આપી છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની તુલના કરી તેમાં રહેલી અસમાનતાઓ અને વિસંગતિઓને દૂર કરવામાં આવે, જેથી નાગરિકોને યોજનાઓનો વધુમાં વધુ લાભ મળી શકે. આ પગલું યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ બોર્ડ અને કોર્પોરેશનો માટે 23 જમીન ફાળવણીના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આમાં પાણી પુરવઠા બોર્ડ, GETCO, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ગુજરાત પાવર કોર્પોરેશનને વિવિધ પ્રોજેક્ટ્સ માટે કુલ 1.22 કરોડથી વધુ ચોરસ મીટર જમીનની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણયો બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવા અને વિકાસ કાર્યોને વેગ આપવાની દિશામાં મહત્વના પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીના આ આદેશથી વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે અને નાગરિકોને યોજનાઓનો લાભ વહેલો મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *