ટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલે

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગનું નેતૃત્વ કરવા માટે લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તીનું સમર્થન કર્યું છે.…

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગનું નેતૃત્વ કરવા માટે લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તીનું સમર્થન કર્યું છે. કુંબલેનું માનવું છે કે તેમને સાંજના સમયમાં ઝાકળનો સામનો કરવામાં કોઈ સમસ્યા થશે નહીં પરંતુ કુલદીપ યાદવ જેવા સ્પિનરો માટે વધુ સમસ્યારૂૂપ બની શકે છે. ટી-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે.

એક કાર્યક્રમમાં કુંબલેએ કહ્યું હતું કે ઝાકળ ચોક્કસપણે ટુર્નામેન્ટમાં ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે, “ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચમાં વર્લ્ડ કપ દરમિયાન જ્યારે મેચ મોડી સાંજે રમાશે. તે સરળ રહેશે નહીં. સ્પિનર તરીકે તમે ભીના બોલથી બોલિંગ કરવા ટેવાઈ જાઓ છો. તે કંઈ નવું નથી.” કુંબલેએ કહ્યું હતું કે, “ભારત ચોક્કસપણે એક વાતથી રાહત મેળવી શકે છે કે મને નથી લાગતું કે ઝાકળ વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીને અસર કરશે. તે જે રીતે બોલને પકડે છે, તે જે ગતિથી બોલિંગ કરે છે, તે તેના પર અસર કરશે નહીં.”
ભારતના સ્પિનર્સ વરુણ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ કુંબલેએ તમિલનાડુના આ ખેલાડીને સ્પિનરોમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ ગણાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *