ભારતમાં ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’એ એડવાન્સ બુકિંગમાં ઓડીસીનો રેકોર્ડ તોડ્યો

ઓપનિંગ ડેમાં જ 1.40 લાખથી વધુ ટિકિટો વેચાઈ માર્વેલની સુપરહીરો ફિલ્મ ’સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’ની ભારતમાં રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. ફિલ્મનાં એડવાન્સ બૂકિંગને મળેલા…

ઓપનિંગ ડેમાં જ 1.40 લાખથી વધુ ટિકિટો વેચાઈ

માર્વેલની સુપરહીરો ફિલ્મ ’સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’ની ભારતમાં રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. ફિલ્મનાં એડવાન્સ બૂકિંગને મળેલા પ્રતિસાદે નવા રેકોર્ડ સર્જ્યા છે. ટોમ હોલેન્ડનીત આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયા પહેલાં જ ક્રિસ્ટોફર નોલાનની ’ધ ઓડિસી’ના પ્રથમ દિવસના પ્રી-સેલ્સને પાછળ છોડી દીધા છે.
મંગળવાર, 21 જુલાઈના બપોરે 12 વાગ્યા સુધી, દેશના ટોચના મલ્ટિપ્લેક્સ ચેઇન્સ પીવીઆર આઇનોક્સ અને સિનેપોલિસમાં ફિલ્મનાં ઓપનિંગ ડે માટે 1.40 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે.ખાસ વાત એ છે કે ફિલ્મ હજુ રિલીઝ થવામાં એક અઠવાડિયાનો સમય બાકી હોવા છતાં તેણે ’ધ ઓડિસી’નાં ભારતમાં થયેલા પ્રથમ દિવસના અંતિમ પ્રી-સેલ્સને પાછળ છોડી દીધા છે.

ટ્રેડ વિશ્ર્લેષકોનું માનવું છે કે આગામી દિવસોમાં ફિલ્મના એડવાન્સ બૂકિંગનો આંકડો વધશે. હાલના ટ્રેન્ડને જોતા ફિલ્મ માટે 5 લાખથી વધુ ટિકિટ વેચાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જો ફિલ્મ આ આંકડો હાંસલ કરે છે તો તે વર્ષ 2021માં આવેલી ’સ્પાઇડર-મેન: નો વે હોમ’ની બરાબરી કરશે, જેણે નેશનલ ચેઇન્સમાં અંદાજે 5.50 લાખ ટિકિટનું પ્રી-સેલ્સ નોંધાવ્યું હતું. કેટલાંક ટ્રેડ પોર્ટલનાં અંદાજ મુજબ ’સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યુ ડે’ ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 40થી 48 કરોડની નેટ કમાણી કરી શકે છે. હાલના એડવાન્સ બૂકિંગને જોતા આ અંદાજમાં આગામી દિવસોમાં વધારો પણ થઈ શકે છે. આ પહેલાં આવેલી ’સ્પાઇડર-મેન: નો વે હોમ’ ફિલ્મે ભારતમાં આશરે 265 કરોડની કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *