ઓપનિંગ વિકેન્ડમાં વર્લ્ડવાઇડ 100 કરોડની કલબમાં પ્રવેશ
સાઉથ સુપરસ્ટાર નાનીની ફિલ્મ હિટ 3: ધ થર્ડ કેસ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. 1 મેના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સારી કમાણી કરી રહી છે. હિટ 3: ધ થર્ડ કેસ ઓપનિંગ વીકેન્ડમાં જ વર્લ્ડવાઇડ 100 કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે હિટ 3: ધ થર્ડ કેસ બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો સાથે ટકરાઈ છે.
આમાં બોલિવૂડની રેડ-2 અને ધ ભૂતનીથી લઈને સૂર્યાની મલયાલમ ફિલ્મ રેટ્રોનો સમાવેશ થાય છે. ક્લૈશ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવ્યું છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યા પછી હિટ 3 હવે નાનીના કરિયરની સૌથી મોટી વીકેંડ ઓપનર બની ગઈ છે.
ફિલ્મે પહેલા દિવસે 43 કરોડનો વિશ્વવ્યાપી કલેક્શન કર્યો હતો. આ સાથે તે નાનીની સૌથી વધુ ઓપનર બની છે. હવે 101 કરોડથી વધુ કમાણી કરીને ફિલ્મે હાઇસ્ટ વીકેંડ ઓપનરનો રેકોર્ડ પણ બનાવ્યો છે. હિટ 3: ધ થર્ડ કેસ એ 2020 માં આવેલી ફિલ્મ હિટ: ધ ફર્સ્ટ કેસની ત્રીજી સિક્વલ છે. આ ફિલ્મ બે ભાષાઓ, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે, જેનું નિર્દેશન ડો.શૈલેષ કોલાનુ દ્વારા કરવામાં આવ્યું છે. વોલ પોસ્ટર સિનેમા અને યુનિનાઇમસ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં નાની મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત શ્રીનિધિ શેટ્ટી, સૂર્યા શ્રીનિવાસ, રાવ રમેશ અને બ્રહ્માજી પણ મુખ્ય ભૂમિકામાં છે.
