સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને રિયલિટી શોની સ્ટાર ઉર્ફી જાવેદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શેર કર્યો છે જેમાં તે હોસ્પિટલમાં ડોક્ટર પાસે તેના હોઠ પર સર્જરી કરાવતી દેખાય છે. વિડિયોમાં ડોક્ટર તેના હોઠ પર ઇન્જેક્શન લગાડે છે અને સર્જરી પછી તેનો ચહેરો અને હોઠ સંપૂર્ણપણે સૂજી જાય છે. આ પોસ્ટ સાથે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, ના, આ કોઈ ફિલ્ટર નથી.
મેં મારાં લિપ-ફિલર્સ દૂર કરાવવાનો નિર્ણય કર્યો છે, કારણ કે એ હંમેશાં ખોટી જગ્યાએ લાગેલાં હતાં. હું ફરીથી લિપ-ફિલર ટ્રીટમેન્ટ કરાવીશ, પરંતુ નેચરલ રીતે. હું ફિલર્સના વિરોધમાં બિલકુલ નથી, પરંતુ એને દૂર કરાવવાની પ્રક્રિયા ખૂબ પેઇનફુલ છે. ફિલર્સ માટે એક સારા ડોક્ટર પાસે જવું ખૂબ જરૂૂરી છે, કારણ કે આ પ્રોસેસ ખૂબ સાવધાનીથી કરાવવી જોઈએ.
ઉર્ફીએ માહિતી આપી છે કે તેણે 18 વર્ષની ઉંમરે, એટલે કે 9 વર્ષ પહેલાં લિપ-ફિલર ટ્રીટમેન્ટ કરાવી હતી પણ હવે તેણે આ ફિલર દૂર કરાવી દીધાં છે.
